મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharshtra corona news) નું સંક્રમણ વિસ્ફોટક બની રહ્યું છે. રવિવારે રાજ્યમાં નવા કેસનો આંકડો 57 હજારને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 57,074 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય 222 દર્દીઓના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં રાજ્યમાં નવા કેસની સાથે કુલ સંક્રમિતોનો આંકડો  30,10,597 પહોંચી ગયો છે. નવા કેસ વધવાને કારણે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના  4,30,503 એક્ટિવ કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27,508 લોકો કોરોનાથી સાજા થયા છે. ત્યારબાદ રિકવરીનો આંકડો 25,22,823 પહોંચી ગયો છે. 


માત્ર મુંબઈમાં રવિવારે કોવિડ-19ના એક દિવસમાં સૌથી વધુ 11163 કેસ નોંધાયા છે, જેથી મહાનગરીમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,52,445 થઈ ગઈ છે. આ જાણકારી બીએમસીએ આપી છે. બીસેમસીએ કહ્યું કે, વધુ 25 દર્દીઓના મોત થતા શહેરમાં મૃત્યુઆંક 11776 થઈ ગયો છે. હોલ્પિટલોમાંથી 5263 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે મુંબઈમાં અત્યાર સુધી  3,71,628 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. 


દેશમાં ફરી કેમ બેકાબૂ બની રહ્યો છે Corona?  AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કારણ


રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ રહેશે. રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ  


શનિ-રવિ લૉકડાઉન
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે વીકેન્ડ એટલે કે શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કર્યો છે. શુક્રવારે રાત્રે 8 કલાકથી સોમવારે સવારે 7 કલાક સુધી રાજ્યમાં તત્કાલ સેવાઓ સિવાય બધુ બંધ રહેશે. આ તમામ નિયમો 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube