મુંબઈઃ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ વાયરસથી થતા મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 920 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સમય દરમિયાન 57640 નવા કેસની પુષ્ટિ થઈ છે અને 57006 લોકો સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં અત્યાર સુધી 48,80,542 લોકો સંક્રમિત થયા છે, તો 72 હજાર 662 લોકોના મહામારીમાં મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી  41,64,098 લોકો કોરોનાથી રિકવર થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાવ વાયરસ સંક્રમણના 51880 નવા કેસ સામે આવ્યા હતા અને 891 લોકોના મોત થયા હતા. 


કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યુ કે, નવા કેસમાં ઘટાડાની પ્રતૃતિ જોતા લોકોએ આત્મસંતુષ્ટ થવું ન જોઈએ. મહારાષ્ટ્ર કોરોના વાયરસની ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યું છે. 


કોરોના દર્દીઓને રાહત! ભારતમાં Roche એન્ટીબોડી દવાને મળી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી


મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સુપ્રીમ કોર્ટે મુંબઈ કોર્પોરેશનના કામની પ્રશંસા કરી છે. મહત્વનું છે કે દિલ્હીમાં ઓક્સિજન સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુંબઈમાં કોરોના સંક્રમણ રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. 


ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, દરરોજ 1200 મેટ્રિક ટન ઓક્સિજનનું રાજ્યમાં ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ હાલમાં 1700 મેટ્રિક ટનની જરૂર છે. ત્રીજી લહેરને જોતા 3000 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્રમાં બને તે માટે અમારી તૈયારી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube