મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Maharashtra corona news) ના હવે ડરાવતા આંકડા સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 63 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણના આશરે 10 હજાર કેસ સામે આવ્યા, જ્યારે 58 દર્દીઓના મૃત્યુ થયા છે. તો મુંબઈના ગાર્ડિયન મિનિસ્ટર અસમલ શેખે મહારાષ્ટ્રમાં કડક લૉકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે જારી મેડિકલ બુલેટિન પ્રમાણે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 63294 પોઝિટિવ કેસ આવ્યા અને 349 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના  3407245 કેસ નોંધાયા છે. તો મહામારીને કારણે કુલ 57,987 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી  27,82,161 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલના સમયમાં કોરોનાના 5,65,587 એક્ટિવ કેસ છે. 


Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા


લૉકડાઉન પહેલા જનતાને મળી શકે છે એક-બે દિવસનો સમય
આ સિવાય બેઠકમાં ટાસ્ટ ફોર્સે રાજ્યમાં બેડની કમી, ઓક્સીજનની કમીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉન કે કોઈ મોટો નિર્ણય જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી જનતાને એક-બે દિવસનો સમય આપી શકે છે. બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસ, ડો. તાત્યારાવ લહાને, સંજય ઓક, ડો અવિનાશ સુપે, ડો શશાંક જોશી, ડો રાહુલ પંડિત હાજર હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube