સતીષ મોહિતે, નાંદેડ: મહારાષ્ટ્રમાં સાધુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાલઘરમાં બે સાધુઓની હત્યાનો મામલો હજુ સંપૂર્ણ શાંત પણ થયો નથી ત્યાં હવે નાંદેડમાં વધુ એક સાધુની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હવે મહારાષ્ટ્રના નાંદેડના ઉમરી તાલુકાના નાગઠાનામાં બાળ બ્રહ્મચારી સાદુ શિવાચાર્યની હત્યાનો મામલો સામે આવ્યા છે. શિવાચાર્યની પાસેથી જ ભગવાન શિંદે નામના શખ્સની લાશ મળી હતી. બંનેની લાશ બાથરૂમની પાસેથી મળી છે. હત્યા ગળુ દાબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના મામલે સાઈનાથ શિંગાડે નામના શખ્સની તેલંગાણાથી ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શુ લદાખમાં ચીને આપણા સૈનિકોને પકડ્યા? ભારતીય સેનાએ આપ્યો જવાબ


કહેવાય છે કે હત્યા બાદ બદમાશોએ તેમની ગાડી લઈને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારબાદ તેને ત્યાં જ છોડીને જતા રહ્યાં હતાં. હત્યા પાછળનું કારણ લૂટફાટ ગણાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ પોલીસ ઘટના સ્થળે છે અને આ મામલે તપાસ ચાલુ છે. 


આ પણ વાંચો:- J&K: બડગામમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 4 આતંકીઓ જીવતા પકડાયા


સાધુની હત્યા પર ભાજપના નેતા અને પ્રવક્તા રામ કદમે પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક મહિનાની અંદર જ બીજીવાર સાધુઓની હત્યા થઈ છે. સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે પહેલીવાર થયેલી સાધુઓની હત્યાને સરકારે અફવા ગણાવી હતી. મહારાષ્ટ્રમાં ન તો સાધુ સંતો સુરક્ષિત છે કે ન તો પોલીસ સુરક્ષિત છે. છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં 240થી વધુ પોલીસકર્મીઓ પર હુમલા થયાં. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube