કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું, `વહેલી ચૂંટણી માટે તૈયાર રહો, મહારાષ્ટ્રમાં 2020માં યોજાશે ચૂંટણી`
સંજય નિરૂપમે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યમાં ભલે ગમે તેની સરકાર બને પરંતુ તે વધુ દિવસ સુધી ચાલશે નહીં.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં નવી સરકાર બનાવવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે નવી સરકાર બનાવવાના સમીકરણોમાં કોંગ્રેસની ભૂમિકા હજુ શું હશે તે હાલ તો સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ટ્વીટ કરીને નવી સરકાર બનતા પહેલા જ તેના પર સવાલ ઉઠાવ્યાં છે. હકીકતમાં સંજય નિરૂપમે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યમાં ભલે ગમે તેની સરકાર બને પરંતુ તે વધુ દિવસ સુધી ચાલશે નહીં.
BJP વિપક્ષમાં બેસવા તૈયાર પરંતુ 50-50નું વચન નિભાવવા તૈયાર નથી: શિવસેના
કોંગ્રેસના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને ફગાવી શકાય નહીં. 2020માં ફરીથી ચૂંટણી થશે. તેમણે ટ્વીટમાં છેલ્લે સવાલ કર્યો કે શું આપણે શિવસેના સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ?
મહારાષ્ટ્રના પળેપળના અપડેટ માટે કરો ક્લિક...
આ બાજુ શિવસેના અને એનસીપી વચ્ચે નવી સરકારના બનતા સમીકરણોમાં પોતાની ભૂમિકા પર ચર્ચા માટે દિલ્હીમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર ચાલી રહી છે. બીજી બાજુ શરદ પવારે પણ મુંબઈમાં પોતાની પાર્ટીના વિધાયકોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા અંગે ચર્ચા થશે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube