મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત અલગ મોડ પર પહોંચી છે. આ કડીમાં આજે બંને પક્ષના નેતાઓએ અલગ અલગ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની મુલાકાત કરી. તે અગાઉ શિવસેનાના નેતા દિવાકર રાઉતે ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. જો કે શિવસેના નેતાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજનીતિક કારણોથી તેઓ ગવર્નરને મળ્યા નથી. રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી. હકીકતમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 50-50ના ફોર્મ્યુલામાં ફસાયેલું છે. ઉદ્ધવ ઠાકરેએ લેખિતમાં સરકાર પાસે અઢી વર્ષ માંગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ આંખ ફેરવીને કહી દીધુ છે કે 'અઢી વર્ષ આપી દો સરકાર' નહીં તો વિકલ્પ તૈયાર છે. આ બાજુ ફડણવીસે કહ્યું છે કે ભાજપના નેતૃત્વમાં 5 વર્ષ માટે સરકાર બનાવશે. શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે ભાજપ 105 ધારાસભ્યોને લઈને એકલી સરકાર બનાવી શકે તો અમારી તેમને શુભકામનાઓ. રાઉતે કહ્યું કે અમે પણ જોઈશું કે ભાજપ આટલા ધારાસભ્યો સાથે સરકાર કેવી રીતે બનાવે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...