મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર પદ માટે મહા વિકાસ આઘાડીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ વિધાયક રાહુલ નાર્વેકર વિરુદ્ધ શિવસેના વિધાયક રાજન સાલ્વી મેદાનમાં છે. બંને ઉમેદવારોએ પોત પોતાનું નામાંકન દાખલ કરી દીધુ છે. મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર માટેની ચૂંટણી 3 જુલાઈએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહા વિકાસ આઘાડીએ વિધાનસભા સ્પીકરની ચૂંટણીને લઈને પણ સવાલ ઊભા કર્યા છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી કેવી રીતે થઈ શકે? જેને લઈને વિધિમંડળના પ્રધાન સચિવને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં બે વર્ષથી સ્પીકરનું પદ ખાલી છે. વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે 3જી જુલાઈએ સ્પીકરની ચૂંટણી થશે. નાના પટોળેએ સ્પીકર પદ છોડ્યા બાદ સ્પીકરનું પદ ખાલી છે. શિંદે સરકારે 4થી જુલાઈએ બહુમત સાબિત કરવો પડશે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. 



સુપ્રીમ કોર્ટમાંથી શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને મોટી રાહત મળી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે 11 જુલાઈના રોજ નિર્ધારિત સુનાવણીમાં સુનિલ પ્રભુની અરજી પર વિચાર કરાશે. 11 જુલાઈએ જ તેમને ગત અરજી વિશે પણ સુપ્રીમમાં સુનાવણી થશે. પ્રભુની અરજી પર કોર્ટે કોઈ તત્કાલ આદેશ આપવાની ના પાડી દીધી હતી. કહ્યું કે 11 જુલાઈએ જ સુનાવણી થશે. કોર્ટે સુનીલ પ્રભુને સોગંદનામું પણ દાખલ કરવા કહ્યું છે.