મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં અજિત પવાર (Ajit Pawar) ના સમર્થનથી બનેલી ભાજપ (BJP) સરકાર ઢળી પડતાં હવે શિવસેના (Shiv Sena)-એનસીપી (NCP)-કોંગ્રેસ (Congress) ગઠબંધનની સરકાર બનાવવાનું ફાઇનલ થઇ ગયું છે આ દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. સામનામાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અમારો વ્યક્તિગત ઝઘડો નથી, પરંતુ જતાં-જતાં ફડણવીસે અમારા પર આરોપ લગાવ્યો છે. તેમણે શિવસેનાના સત્તા હેતુ લાચાર થવાની વાત કહી છે. આમ કહેવું તે ચોર ઉલ્ટા કોટવાલ કો ડાંટે જેવું છે. શિવસેના સત્તા હેતુ લાચાર કહેનાર પહેલા પોતાના પર જામેલી ધૂળ જુએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાનામાં લખવામાં આવ્યું છે કે અજિત પવાર સાથે તેમને અંગતતા ચાલે છે, પરંતુ શિવસેના સાથે જે વાત નક્કી થઇ હતી, તેનાથી ફરી કેમ ગયા? સત્તાની લાચારી ન હતી તો આપેલા વચનોનું પાલન કરવાની ઇચ્છા હતી તો ભાજપ પર આ મુશ્કેલી કેવી રીતે આવી. તમે ખોટું બોલ્યા અને શિવસેનાને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે મહારાષ્ટ્રની સ્થિરતા અને સ્વાભિમાન માટે ત્રણેય પાર્ટીઓ એકસાથે આવવાનો નિર્ણય કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube