મહારાષ્ટ્રઃ શિવસેના આવતીકાલે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે, NCP આપશે ટેકો- સૂત્ર
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તેમણે કહી દીધું એટલે સમજી લો કે તે જ થશે, પછી તે કોઈ પણ કિંમતે કેમ ન હોય.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ એવા ભાજપ દ્વારા સરકાર બનાવવાનો ઈનકાર કર્યા પછી હવે શિવસેના પહેલ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે શિવસેના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. એવું કહેવાય છે કે, શિવસેનાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે ડીલ થઈ ગઈ છે. એનસીપી અને શિવસેના ભેગા મળીને સરકાર બનાવશે, જ્યારે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કોંગ્રેસ એનસીપી-શિવસેના ગઠબંધનને બહારથી ટેકો આપી શકે છે.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તેમણે કહી દીધું એટલે સમજી લો કે તે જ થશે, પછી તે કોઈ પણ કિંમતે કેમ ન હોય.
આ બાજુ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે જણાવ્યું કે, તેઓ રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કર્યા પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કોંગ્રેસે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.
મહારાષ્ટ્રઃ BJP એકલા હાથે સરકાર બનાવવા અસમર્થ, રાજ્યપાલ કોશ્યારીને આપી માહિતી
ઉલ્લેખનીય છે કે, સાંજે કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં રાજ્યપાલના આમંત્રણને પગલે નવી સરકાર નહીં રચવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. શિવસેના સાથે ગઠબંધનની મડાગાંઠનો ઉકેલ ન આવતા ભાજપે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું અને 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.
શિવસેના સાથે સત્તામાં ભાગીદાર બનવું વિનાશકારી પગલું સાબિત થશેઃ સંજય નિરૂપમ
ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચના માટે ગઠબંધનને લઈને કેટલીક શરતો બાબતે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના 50-50ની ફોર્મ્યુલા અને કેટલીક અન્ય શરતો પર અડગ છે, જ્યારે ભાજપ શિવસેની માગણીઓ પર ઝુકવા માગતું નથી.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube