મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત સાંતાક્રૂઝ વિસ્તારમાં એક મોટી ઘટના બની છે. અહીં ગેલેક્સી હોટલમાં આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયાછે. આ જાણકારી મુંબઈ પોલીસે આપી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટનામાં 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં બપોરે 1 કલાકે હોટલ ગેલેક્સીમાં ભીષણ આગ લાગી હતી. તેમાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હોટલ ગેલેક્સીના ત્રીજા અને ચોથા ફ્લોર પર આગ લાગી, ત્યારબાદ ફાયર ટીમે સીઢીના સહારે કાંચ તોડી છ લોકોના રેસ્ક્યૂ કર્યાં હતા. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા અને બે ઈજાગ્રસ્ત છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 


Retirement Age: આ સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં થઈ શકે છે વધારો


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube