મુંબઇ : મહારાષ્ટ્રના વર્ધામાં પુલગાવ સ્થિત આર્મી ડેપોમાં મંગળવારે સવારે એકાએક ધમાકો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ધમાકામાં ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે અન્ય 11 ઘાયલ થયા છે. જ્યારે ઘાયલ એક શખ્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, જૂના વિસ્ફટકોના નિકાલ દરમિયાન આ ધમાકો થયો હતો. આ ધમાકાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં નોંધનિય છે કે, 2016માં પણ આર્મી ડેપોમાં એક ધમાકો થયો હતો. જેમાં 17 જવાનોના મોત થયા હતા. આ વખતે પુલગાંવના આ ડેપોમાં 2 અધિકારીઓ સહિત 15 જવાનોના મોત થયા હતા.



આ ઉપરાંત 19 લોકો આ ધમાકામાં ઘાયલ થયા હતા. આ દુર્ઘટના મોડી રાતે ગોળાબારૂદમાં આગ લાગતાં થયો હતો. જેને પગલે ભીષણ આગ લાગી હતી. આપને જણાવી દઇએ કે આ સૌથી મોટો સૈન્ય ભંડાર છે. અહીં સેનાના હથિયાર, બોમ્બ અને અન્ય વિસ્ફટકો રાખવામાં આવે છે.