નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરશે. જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારને રવિવારે નોટીસ જાહેર કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રાજ્યપાલના રાષ્ટ્રપતિ શાસનને દૂર કરવાની ભલામણ અને સરકાર રચવા માટે આમંત્રણવાળા પત્રને રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. એવામાં સોલિસીટર જનરલ તુષાર મહેતા આજે ગર્વનરના આદેશ અને સમર્થન પત્રની કોપી કોર્ટને સોંપશે. શિવસેના-એનસીપી-કોંગ્રેસ જલદી જ ફ્લોર ટેસ્ટની માંગ આજે ફરી પુનરાવર્તિત કરી શકે છે. સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટને લઇને ચૂકાદો આપી શકે છે.


દોઢ કલાકમાં ફ્લોર ટેસ્ટ પર આવી શકે છે. જોકે 12 વાગે જસ્ટિસ રમનાની અધ્યક્ષતાવાળી બીજી પીઠને જમ્મૂ-કશ્મીરમાં ચાલી રહેલા પ્રતિબંધો પર સુનાવણી કરવાની છે. એટલે કે સોમવારે દોઢ કલાકની અંદર સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મુદ્દે જલદી ફ્લોર ટેસ્ટની માંગ પર આદેશ આવી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube