પટના : મહારાષ્ટ્રનાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય સુરેશ ધસે મહારાષ્ટ્રમાં રહેતી બિહારી મહિલાના મુદ્દે ખુબ જ વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. ઘસે કહ્યું કે, પતિ મહારાષ્ટ્રમાં રહે છે અને પત્નીને બાળકો બિહારમાં પેદા થઇ જાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ખુશીમાં પતિ મહારાષ્ટ્રમાં મિઠાઇ વહેંચતો હોય છે. ધસનાં નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા ઉત્તર ભારતીય પંચાયતનાં ધારાસભ્યને જુતા-ચપ્પલથી મારનાર વ્યક્તિને 11 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પંચાયતનાં વિનય દુબેએ ઘસની વિરુદ્ધ ભાજપ દ્વારા  કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતા દળ યુનાઇટેડ (JDU)નાં તરફથી આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે, આ ખુબ જ શરમજનક વાત છે સાથે જ 11 કરોડ બિહારીઓનું અપમાન છે. તેમણે ભાજપ ધારાસભ્યનાં વિવાદિત નિવેદન મુદ્દે બિહારની અસ્મિતાને નુકાસન પહોંચાડનારૂ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ ન માત્ર અશોભનીય છે, પરંતુ વિકૃત માનસિકતાનું ઉદાહરણ પણ છે. 

રાજદ ધારાસભ્ય રામાનુજ પ્રસાદે ભાજપ એમએલએનાં નિવેદન મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ખુબ જ શરમજનક છે. ભાજપનાં લોકોની વિચારસરણી જ આ પ્રકારની છે. જે દેશ સમાજને તોડવા માટે સંઘીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાની વાત કરે છે. લોકશાહી જનતા દળનાં વરિષ્ઠ નેતા અને પુર્વ વિધાનસભા અધ્યક્ષ ઉદય નારાયણ ચોધીએ પણ આ મુદ્દે આકરૂ વલણ અખતિયાર કર્યું હતું. તેમણે આને શરમજનક અને દેશનાં સંઘીય ઢાંચાને નુકસાન પહોંચાડનારુ ગણાવ્યું હતું. 

ભાજપનાં ધારાસભ્યનાં વિવાદિત નિવેદન પર મહારાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે. ભાજપ ધારાસભ્ય હૈદર આઝમે પોતાની જ પાર્ટીનાં ધારાસભ્યની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સાથે આ નિવેદનને વખોડી કાઢ્યું છે.