મહારાષ્ટ્ર :રાજ્યમાં એક તરફ સત્તાપલટ થવા પર શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા છે. તો દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર તરફથી નવા નિર્ણય લેવામા આવી રહ્યા છે ત્યારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પોતાની ભાવના વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરવા ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવન પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ શિંદે કેબિનેટના મેટ્રો કાર શેડને રિલોકેટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકારને મેટ્રો કાર શેડની આડમાં કોલોની રિલોકેટ કરવાનો નિર્ણય કર્યો છે. હું નવી સરકારના આ નિર્ણયથી દુખી છું. 


આ પણ વાંચો : નવા CM બનતા જ શિંદેએ બદલી Twitter ની તસવીર, શિવસેનાના વાઘ સાથે દેખાયા


સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...


તેમણે કહ્યુ કે, જો તમારે હુમલો કરવો છે તો કરો, પરંતુ મુંબઈનો માહોલ ખરાબ ન કરો. આરે કોલોનીવાળા નિર્ણયથી મુંબઈનુ પર્યાવરણ ખરાબ થશે. તમે કંઈ પણ કરશો તો આસપાસના વન્ય જીવોને નુકસાન થશે. તેથી મારુ કહેવુ છે કે મુંબઈનો માહોલ ખરાબ ન કરો. વન ક્ષેત્રમાં મેટ્રો કાર શેડ ન બનાવો. 



ઉદ્ધવ ઠાકરએ કહ્યુ કે, મતદાતાઓએ જેમને પસંદ કરીને આપ્યા છે, તેઓ જ ફરી રહ્યાં છે. લોકશાહી ક્યાં છે. લોકશાહીના ગત 75 વર્ષોમાં જે પરિસ્થિતિ છે, સરકાર અસ્તિત્વમાં આવી છે. જો અમિત શાહ પોતાના વાત પર ટકી રહે તો શાનદાર સરકાર હોત. આજે શિવસેનાના મુખ્યમંત્રી બન્યા છે, જે કરાર થયા હતા. મારી પીંઠ પર છૂરો ભોંકવામા આવ્યો છે, તો તમે હવે જનતાની પીંઠ પર ન ભોંકતા.