મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ, જુઓ Pics...
આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જામી રહી છે. આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે. એટલા માટે દેવોના દેવ મહાદેવને ખુશ કરવા આસ્થાથી પરિપૂર્ણ મહાશિવરાત્રીનો ઉપવાસ સૌથી મહત્વપૂર્ણ હોય છે.
આમ તો શિવરાત્રી (ચતુર્દશી) દરેક મહીનામાં આવે છે. પરંતુ ફાગણ માસમાં આવતી મહાશિવરાત્રી ઘણી ખાસ હોય છે. આ દિવસે શ્રદ્ધાળૂઓ ભગવાન શિવને ફળ-ફૂલ અર્પણ કરે છે અને શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરે છે.