Maha Shivratri 2019: દેવોના દેવ મહાદેવને ખુશ કરવા માટે આસ્થાથી પરિપૂર્ણ મહાશિવરાત્રીના ઉપવાસ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જે વ્યક્તિ ભગવાન શિવમાં આસ્થા રાખે છે તેઓ ભોળાની મહાશિવરાત્રીના ઉપવાસ જરૂરથી કરે. હિંદૂ ધર્મમાં, મહાશિવરાત્રીના ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે. મહાશિવરાત્રી 2019 તિથિની વાત કરીએ તો, આ વખતે મહાશિવરાત્રી 4 માર્ચે આવી રહી છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં આવતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે હોય છે મહાશિવરાત્રી
મગાશિવરાત્રીનો ઉપવાસ ક્યારે કરવો જોઇએ, તેના માટે શાસ્ત્રો અનુસાર નિયમો નક્કી કરવામાં આવ્યા છે-
1. ચતુર્દશી પહેલા જ દિવસે નિશીથવ્યાપિની હોય, તો તે દિવસે મહાશિવરાત્રી ઉજવાય છે. રાત્રના આઠમું મહૂર્ત નિશીથ કાળ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે ચતુર્દશી તિથિ શરૂ થાય અને રાત્રીનું આઠનું મહૂર્ત ચતુર્દશી તિથીમાં આવી રહ્યું હોય, તો તે દિવસે શિવરાત્રી ઉજવાય છે.
2. ચતુર્દશી બીજા દિવસે નિશીથકાળના પહેલા ભાગમાં પ્રવેશે અને પહેલો દિવસ સંપૂર્ણ નિશીથનો વ્યાપ્ત કરે, તો પહેલા દિવસે જ મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.
3. દરેક કિસ્સામાં ઉપરોક્ત બે શરતો સિવાય, ઉપવાસ બીજા દિવસે કરવામાં આવે છે.


મહાશિવરાત્રીનું શુભ મુહર્ત
નિશીથ કાળ પૂજા મહૂર્ત: 24:08:03 થી 24:57:24 સુધી સમયગાળો: 0 કલાક 49 મિનિટ
મહાશિવરાત્રી પારણા મહૂર્ત: 06:43:48 થી 15:29:15 સુધી 5th, માર્ચ


આ રીતે કરો ભગવાન શિવની પૂજા
ધતૂરાના ફૂલ અને ભાંગ, પાણી, દૂધ અને મધની સાથે ભગવાન શીવનો અભિષેક.
સિંદૂર અને અત્તર શિવલિંગને લગાવવામાં આવે છે. તે પુણ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
બિલીપત્ર જે આત્માની શુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે
ફળ જે દીર્ધાયુષ્ય અને ઇચ્છાઓની સંતુષ્ટિને દર્શાવે છે.
દીપક જે જ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકુળ છે.
સળગતો ધૂપ, ઘન, ઊપજ (અનાજ).
પાનના પત્તા જે સંસારિક આનંદની સાથે સંતોષ ચિહ્નિત કરે છે.


શિવરાત્રીનું મહત્વ
ચતુર્દશી તિથીના સ્વામી ભગવાન ભોળાનાથ અર્થાત સ્વયં શિવ જ છે. એટલા માટે પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષવિદ્યામાં આ તિથિને અત્યંત શુભ માનવામાં આવે છે. ગણિતશાસ્ત્રીય જ્યોતિષવિદ્યાના મૂલ્યાંકન અનુસાર મહાશિવરાત્રીના સમયે સૂર્ય  ઉત્તરણ થાય છે અને ઋતુ-પરિવર્તન પણ ચાલી રહી હોય છે. જ્યોતિષવિદ્યાના અનુસાર ચતુર્દશી તિથિએ ચંદ્ર તેની નબળી સ્થિતીમાં હોય છે. ચંદ્રને શિવજીએ મસ્તક પર ધારણ કરેલો છે. તેથી શિવજીની પૂજાથી વ્યક્તિનો ચંદ્ર મજબૂત થાય છે. જે મનનું પરિબળ છે. બીજા શબ્દોમાં કહીએ તો શિવની આરાધના ઇચ્છા-શક્તિને મજબૂત કરે છે અને અન્ત:કરણમાં અવિશ્વસનીય હિંમત તેમજ નિષ્ઠાનું સંચાર કરે છે.


ધર્મના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...