નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. શિવભક્તો આ દિવસે ઉપવાસ, વ્રત, પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. આ વર્ષે 1 માર્ચ 2022 મંગળવારના મહાશિવરાત્રિ ઉજવવામાં આવી રહી છે. એટલે કે માર્ચ મહિનાની શરૂઆત શુભ દિવસથી થઈ રહી છે. ત્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રિ આ 4 રાશિના જાતકો માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસથી લઇને આખો મહિનો આ રાશિના લોકોને લાભ થશે. તેમને આખો મહિનો કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ (Gemini)
માર્ચ 2022 માં મિથુન રાશિના જાતકોને ધન લાભ થશે. નોકરી-વેપારમાં મોટો ફાયદો થવાનો યોગ છે. આ મહિનામાં તેમનો આત્મવિશ્વાસ વધશે. દરેક કામમાં સફળતા મળશે. પદ અને માન-સન્માન વધશે. ભાગ્યની મદદથી કામ સરળતાથી પૂરા કરી શકશે અને તમારા કામની પણ પ્રશંસા થશે. આ ઉપરાંત કોઈ શુભ સમાચાર મળી શકે છે.


કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના જાતકો માટે માર્ચ મહિનો નોકરી અને વ્યાપાર બંને માટે શુભ સાબિત થશે. કારોબારમાં મોટો ફાયદો થશે. તો બીજી તરફ નોકરી કરતા લોકોને નવી નોકરી મળી શકે છે. પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિ થવાનો સંપૂર્ણ યોગ છે. નવું કામ શરૂ કરતા લોકોને સફતા મળી શકે છે. આ ઉપરાંત ધન લાભનો યોગ છે.


વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે માર્ચ 2022 માં તેમના દરેક કામનું શુભ ફળ મળશે. નવી નોકરી મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન લાભનો પણ યોગ છે. ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. પૈસાની સાથે સાથે પદ અને માન-સન્માન પણ વધશે. રોકાણ કરવા માટે સારો સમય છે.


મીન રાશિ (Pisces)
માર્ચ 2022 મીન રાશિના લોકો માટે ઘણી ખુશીઓ લઈને આવશે. કરિયરમાં સફળતા મળશે. ઉદ્યોગપતિઓના મોટા સોદા ફાઇનલ થઇ શકે છે. જૂના વ્યવહારો પતાવવા માટે સારો સમય છે. પૈસાથી ફાયદો થશે. પૈસા માટે નવા રસ્તાઓ ખુલશે. આ મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લેવડ-દેવડ માટે સારો સમય છે. માન-સન્માન મળશે એકંદરે આ સમય સર્વાંગી લાભ આપનારો છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube