મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન, અરુણ ગાંધીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Mahatma Gandhi’s grandson Arun Gandhi passes away : ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધીનું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન... આજે અંતિમ સંસ્કાર કરાશે
Arun Gandhi Death : મહાત્મા ગાંધીજીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે.
ગુજરાતમાં વિદેશ જેવો પ્રોજેક્ટ, હવે અકસ્માત બાદ વાહનો ખીણમાં નીચે નહિ પડે
અમર પ્રેમ જેવો કિસ્સો : પ્રેમિકાએ લકવાગ્રસ્ત પ્રેમીનો સાથ ન છોડ્યો
અરુણ ગાંધી પોતાને પીસ ફાર્મર ગણાવતા હતા. તેઓેએ અનેક પુસ્તકો લખ્યા છે. અરુણ ગાંધીનો જન્મ ડરબનમાં 14 એપ્રિલ, 1934 ના રોજ થયો હતો. દાદાના પદચિહ્નો પર ચાલતા ચાલતા તેઓ એક સામાજિક કાર્યકર બન્યા હતા. તેઓ વ્યવસાયે પત્રકાર પણ હતા.
આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ, આ વોટ્સએપ નંબરથી તાત્કાલિક જાણો પરિણામ
તલાટીની પરીક્ષાના નવા અપડેટ : ડમી ઉમેદવારને પકડવા સરકારે લીધો મોટો નિર્ણય