નવી દિલ્હી: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે પોતાના સંસદીય મતવિસ્તાર હૈદરાબાદની એક જનસભામાં સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે "દેશમાં ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે. આ માહોલ પેદા કરવામાં જેમણે મહાત્મા ગાંધીને ગોળી મારી, જેમણે હિન્દુસ્તાનની આઝાદીમાં ભાગ ન લીધો પરંતુ અંગ્રેજોનો સાથ આપ્યો તે લોકો અને તે તાકાતોની ભૂમિકા છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસ પહેલા ઓવૈસીએ ત્રીજા મોરચાની આશા વ્યક્ત કરી હતી
ગત મહિને અસદુદ્દીન ઓવૈસીએ તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના નિવેદનનું સ્વાગત કરતા કહ્યું હતું કે ત્રીજા મોરચો ભાજપનો વિકલ્પ હોઈ શકે છે. કોંગ્રેસ દેશમાં ઊભરીને આવશે. ઓવૈસીએ કહ્યું હતું કે આ નિવેદનની લાંબી અસર પડશે. હૈદરાબાદના સાંસદે રવિવારે પત્રકારોને કહ્યું કે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના પ્રમુખના નિવેદનની રાષ્ટ્રીય રાજકારણ પર લાંબા ગાળાની અસર પડશે.


2019માં લોકલ પાર્ટીઓ મહત્વની ભૂમિકા ભજવશે
ઓવૈસીએ આશા વ્યક્ત કરી કે કેસીઆર બિનભાજપ અને બિન કોંગ્રેસ પક્ષોને એક સાથે લાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવશે. ઓવૈસીએ સ્વીકાર્યું કે કેન્દ્રમાં આગામી સરકારના ગઠનમાં સ્થાનિક પક્ષો મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે દેશ સ્થાનિક પાર્ટીઓ અને ભાજપ તથા કોંગ્રેસ માટે વિકલ્પ રજુ કરી રહેલી પાર્ટીઓ તરફ જોઈ રહ્યો છે.


ઓવૈસીએ કેસીઆરના ભરપેટ કર્યા વખાણ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ટીઆરએસ અધ્યક્ષ દ્વારા અપાયેલુ નિવેદન પ્રોત્સાહક છે, કારણ કે દેશમાં હાલ ખુબ ખાલીપણું છે. સાંસદે કહ્યું કે તેમણે સાચુ કહ્યું છે કે લોકો ભાજપના શાસનની ઉબાઈ ગયા છે અને કોંગ્રેસ એક વ્યવહારુ વિકલ્પ નથી બની રહી તથા ન તો તે થઈ શકે છે.


ઓવૈસીએ કેસીઆરના વખાણ કરતા કહ્યું કે દેશને તેમના જેવા નેતા અને તેમના જેવી વિચારધારાની જરૂર છે. મુખ્યમંત્રી કલ્બકુંતલ ચંદ્રશેખર રાવ 'કેસીઆ'ર નામથી પ્રખ્યાત થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે કેસીઆરે ખુબ સંઘર્ષ કર્યો છે અને પોતાને એક રાજનેતા અને પ્રભાવશાળી મુખ્યમંત્રી તરીકે સાબિત કર્યા છે.