Mahakumbh Stampede: મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગમાં 30ના મોત થયા છે. જેમાંથી 25 લોકોની ઓળખ થઈ ચુકી છે. ગુજરાતના એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું છે, તેની હાલ વિગત જાણવા મળી રહી છે. મહાકુંભમાં વિસનગરના કડાના પટેલ મહેશભાઈ નામના શ્રધ્ધાળુનું મોત થયું છે. મહેશ પટેલ સુરતથી તેમના સાળા સાથે મહાકુંભમાં ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહેશ પટેલને એટેક આવ્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. મહેશ સોમાભાઈ પટેલ નામના શ્રધ્ધાળુનું કયા કારણોસર મોત થયું તે હજું સુધી સ્પષ્ટ થઈ ચૂક્યું નથી. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે. મહેશ પટેલના અવસાનના સમાચારથી પરિવાર શોક મગ્ન બન્યો છે. તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એ પુષ્ટિ કરી રહ્યું છે. પ્રયાગરાજથી મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામ લવાશે. 


શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડી નાખ્યા હતા: DIG
મેળા પ્રશાસન વતી ડીઆઈજી વભવ કૃષ્ણાએ કહ્યું કે, કેટલાક શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડીને આગળ જવા માગતા હતા. આ દરમિયાન કેટલાક ભક્તો સૂતા હતા અને તેઓ કચડાઈ ગયા હતા. ડીઆઈજીએ કહ્યું કે, ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ ન હતો. ઘાયલોની માહિતી માટે હેલ્પલાઈન નંબર 1920 જાહેર કરવામાં આવ્યો છે.


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગદોડના કારણોની તપાસ માટે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 60 લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. તપાસ પંચનું નેતૃત્વ ભૂતપૂર્વ ન્યાયાધીશ હર્ષ કુમાર કરશે અને તેમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ ડીકે સિંહનો પણ સમાવેશ થશે.