મહોબા: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા મુખ્યાલયમાં બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો દરમિયાન તેમની ગાડી નીચે એક મહિલા સિપાઈનો પગ કચડાઈ ગયો. ઘાયલ મહિલા સિપાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


આગળનું પૈડુ  પગ પર ચડી ગયું
પોલીસ ક્ષેત્રાધિકારી (નગર) જટાશંકર રાવે જણાવ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શોમાં સામેલ ગાડીઓનો કાફલો જેવો પરમાનંદ ચોક પાસે પહોંચ્યો કે તેમની ગાડી સાથે ચાલી રહેલી સ્થાનિક અભિસૂચના શાખા (એલઆઈયુ)માં કાર્યરત મહિલા સિપાઈ ખુશનુમા બાનોના પગ પર  પ્રિયંકા ગાંધીની ગાડીનું આગળનું પૈડુ ચડી ગયું. પ્રિયંકા ગાંધીની ગાડીના પૈડા નીચે મહિલાકર્મીનો પગ કચડાયો. 


CM યોગી, કેજરીવાલ અને મોહન ભાગવત જૈશના નિશાના પર, મંદિરો-રેલવે સ્ટેશનો ઉડાવવાની પણ ધમકી


જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે મહિલા સિપાઈ
તેમણે જણાવ્યું કે ઘાયલ મહિલાને અન્ય પોલીસકર્મીઓએ સારવાર માટે જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે. અહીં તેની હાલત સ્થિર છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...