અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનો ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 માતા પિતાને બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો અધિકાર આપતો નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે કાયદા હેઠળ બનાવવામાં આવેલ ટ્રિબ્યુનલ માતા પિતાની અરજી પર સંતાનને માતા પિતાના યોગ્ય ભરણ પોષણનો નિર્દેશ આપી શકે છે પરંતુ તેઓ સંતાનને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો આદેશ આપી શકે નહીં. કોર્ટે કહ્યું કે અધિનિયમનો હેતુ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય ભરણ પોષણ અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. કોર્ટે કહ્યું કે દીવાની પ્રક્રિયા સંહિતા હેઠળ નિર્ધારિત થતા કાનૂની અધિકારો મુદ્દે આ અધિનિયમ હેઠળ આદેશ આપી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયમૂર્તિ શ્રીપ્રકાશ સિંહની સિંગલ બેન્ચે કૃષ્ણકુમાર તરફથી દાખલ કરાયેલી રિટ અરજીની પતાવટ કરતા ઉપરોક્ત આદેશ આપ્યો. વાત જાણે એમ છે કે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેણે તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ બીજી જાતિની યુવતી સાથે લગ્ન કર્યા જેના કારણે તેઓ નારાજ થઈ ગયા અને હવે તેમણે માતા પિતા વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ અધિકરણમાં અરજી આપીને તેને ઘરમાંથી બેદખલ કરવાનો આદેશ આપવાની ભલામણ કરી છે. 


અધિકરણના પીઠાસીન અધિકારી  તરીકે ઉપ જિલ્લાધિકારી (એસડીએમ)એ આઠ જુલાઈ 2019ના રોજ આદેશ આપ્યો કે અરજીકર્તા ઘરના જે રૂમમાં રહે છે અને જે દુકાનનો ઉપયોગ કરે છે તે સિવાય તે ઘરના અન્ય કોઈ ભાગમાં માતા પિતાના અધિકારમાં હસ્તક્ષેપ નહીં કરે. 


અરજીકર્તાના માતા પિતા એસડીએમના એ આદેશથી સહમત થયા નહીં અને તેમણે એસડીએમના આદેશ વિરુદ્ધ જિલ્લાધિકારી સુલ્તાનપુરના ત્યાં અપીલ દાખલ કરી જેના પર જિલ્લાધિકારીએ 22 નવેમ્બર 2019ના રોજ એસડીએમના આદેશને રદ કરતા અરજીકર્તાને તેના માતા પિતાનું મકાન અને દુકાન ખાલી કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જો દોઢ મહિનાની અંદર તે એમ ન કરે તો પોલીસની મદદથી તે જગ્યા ખાલી કરાવવામાં આવશે. આ આદેશને યુવકે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube