Maithili Sharan Gupt: એ રાષ્ટ્રકવિને નમન, જેણે આખી બ્રિટિશ હકુમતને હલાવી મુકી...જાણો રોચક વાતો
મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 3 ઓગસ્ટ 1886ના રોજ થયો હતો. તેમને હિંદી, સંસ્કૃત, બાંગ્લા સહિતની ભાષાઓનું જ્ઞાન હતું. આ કવિને તેમની `ભારત ભારતી` નામની કૃતિ માટે ખાસ યાદ કરવામાં આવે છે.
નવી દિલ્લીઃ હિંદી અને ખડી બોલીના પ્રસિદ્ધ કવિ કે જેમને રાષ્ટ્રકવિનું બિરુદ મળ્યું હતું એવા મૈથિલીશરણ ગુપ્તનો આજે જન્મદિવસ છે. આ કવિને તેમની "ભારત ભારતી" નામની કૃતિ માટે ખાસ યાદ કરવામાં આવે છે. આ એ જ રચના છે જેણે બ્રિટિશ હકુમતના પાયા હચમચાવી દીધા હતા. આ કૃતિ ભારતના સ્વતંત્રતા સંગ્રામના સમયે ખુબ જ પ્રભાવશાળી સાબિત થઈ હતી. તેમનાથી પ્રભાવિત થઈને મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રકવિની ઉપાધિ આપી હતી. અને તેમની જયંતિને કવિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 3 ઓગસ્ટ 1886ના થયો હતો. તેમને હિંદી, સંસ્કૃત, બાંગ્લા સહિતની ભાષાઓનું જ્ઞાન હતું. કહેવામાં આવે છે કે, પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી તેણે ખડી બોલીને પોતાની રચનાઓનું માધ્યમ બનાવ્યું. તેમની પહેલી રચના વર્ષ 1905માં આવી, જે વ્રજભાષામાંહતી. આ બાદ તેમને રંગ મે ભંગ, જયદ્રત વધ અને ભારત ભારતી જેવી રચનાઓથી ખૂબ જ પ્રસિદ્ધી મળી. ભારત ભારતી તેમની સૌથી મહત્વની રચનાઓમાંથી એક છે. કહેવાય છે કે, આ સંગ્રહથી અંગ્રેજો પણ ડરવા લાગ્યા હતા. અને તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
મૈથિલીશરણજીની રચના ભારત-ભારતીમાં દેશવાસીઓને ભારતના ગૌરવશાળી ઈતિહાસને યાદ કરાવ્યો. જે બાદ આ રચનાને અનેક આંદોલનમાં સામેલ કરવામાં આવી.જે બાદ આપણે કોણ છે અને શું થઈ ગયા છે તે વિચાર સૌના મનમાં આવવા લાગ્યો. આ કવિતાના અનેક સંસ્કરણો આવી ચુક્યા છે. જેમાં ભારતનો અતીત, વર્તમાન અને ભવિષ્ય ખંડ સામેલ છે. ગાંધીજીએ આ કવિતા બાદ તેમને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હતું.