ઝી બ્યૂરો, અમદાવાદઃ પાકિસ્તાનથી જ આંતકી ગતિવિધિઓને વેગ મળે છે તેના અનેક પુરાવા ભુતકાળમાં પણ મળી ચુક્યા છે. નાપાક પાકિસ્તાન ઘણાં વર્ષોથી આતંકવાદને પોષતુ આવ્યું છે. જેને કારણે અનેક ભારતીય જવાનો શહીદ થયા છે. બીજી તરફ પાકિસ્તાની લશ્કર અને ત્યાંની જાસુસી એજન્સીઓ આઈએસઆઈ ખાલિસ્તાની અલગતાવાદીઓને છાવરી રહી છે. તેનાથી ભારતની અખંડિતતા પર જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાન સાથે મનોરંજનનો સહયોગ જાળવી રાખવો કેટલો યોગ્ય છે? આ સવાલ ચર્ચાનો વિષય છે. આ ચર્ચાને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં ગૌરવ આર્યાના વીડિયોથી વેગ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો એશિયા કપમાં ભારત- પાકિસ્તાનનો મુકાબલો થવાનો હતો તે પહેલાનો છે. પરંતુ વર્લ્ડકપમાં ફરીથી ભારત-પાકિસ્તાનની ટક્કર થવાની છે અને એને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ત્યારે ફરીથી એ વીડિયોમાં કહેવાયેલી વાત ચર્ચાનો વિષય બની છે. એમાં ગૌરવ આર્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ, બોલિવુડ, ક્રિકેટ ચાહકો અને સરકાર સામે કટાક્ષ કર્યો છે. અને દેશભક્તિના બેવડાં ધોરણો અંગે દલીલો કરી છે. 


વીડિયોમાં ગૌરવ આર્યા કહે છેકે, હું તમને માત્ર એ વાત કહી રહ્યો છું દોસ્તો કે, બોલીવુડ કહે છેકે, અમારે પાકિસ્તાનના કલાકારો જોઈએ છે. પાકિસ્તાનના સંગીતકારો જોઈએ છે. એમની સાથે ભાઈચારાની વાતો કરવામાં આવે છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલેકે, BCCI કહે છે અમારે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું છે. ભલે પાકિસ્તાનમાં જઈને રમતા, પરંતુ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે મેચ રમવાનો શોર્ટ કટ શોધી લીધો છે. 



વીડિયોમાં ગૌરવ આર્યા કહે છેકે,  શ્રીલંકા, યુએઈ, દુબઈમાં કે બીજે ક્યાંય અમે પાકિસ્તાન સામે ક્રિકેટ રમી લઈશું. તો હું અહીં કંઈક બીજું કહેવા માંગું છું. તો પછી પાકિસ્તાન સામે દુશ્મની કોની છે? બોલીવુડની નથી, ક્રિકેટવાળાની નથી, જનતા મેચ જોવા માંગે છે બન્ને દેશોની. તો પાકિસ્તાન સામે દુશ્મની માત્ર ભારતીય સૈનિકોની જ છે? તમે શું પાર્ટી કરવા માંગો છો? ઈન્ડિયન આર્મીના જવાનને સરહદ પર જેવો જીવ લેવાનો આદેશ અપાય છે એ તો પાકિસ્તાનના સૈનિકને ઓળખતો પણ નથી. અને એમનો કોઈ સૈનિક ભારતના સૈનિકને પણ નથી ઓળખતો. છતાં ભારતીય સૈનિકો દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપે છે. તો શું આ રાષ્ટ્રિય સુરક્ષાનો ઠેકો માત્ર ઈન્ડિયન આર્મીએ લીધો છે? પાકિસ્તાન સાથે ક્રિકેટવાળા ક્રિકેટ રમે, ફિલ્મોવાળા મોજ મજા કરે, પાકિસ્તાનીઓને લઈને પિક્ચરો બનાવે, ગીતો બનાવે, અને દેશના જવાનોને શહીદી વહોરવા માટે સરહદે મુકી રાખે. અમે તો પાકિસ્તાન સાથે મોજ વસ્તી કરતા રહીશું. સૈનિકોને બોર્ડર પર શહીદ થવા દો. દોસ્તો આ બિલકુલ અયોગ્ય વાત છે. 


 



 


ગૌરવ આર્યા કોણ છે?
૪૮ વર્ષીય ગૌરવ આર્યા હાલ લેખક, વક્તા અને વરિષ્ઠ સલાહકાર સંપાદક છે. તબીબી કારણોસર ૧૯૯૭માં મેજર તરીકે નિવૃત્ત થયા તે પહેલા તેમણે ભારતીય સૈન્યમાં છ વર્ષ ફરજ બજાવી હતી. ૧૯૯૬માં તેઓ ઇન્ટરનેશનલ કોર લાહોલ અને સ્વીતિ વિસ્તારમાં તૈનાત હતા ત્યારે તેઓ પહાડી પરથી પડ્યા અને બરફ નીચે દટાઈ ગયા હતા. જોકે તેમની બટાલિયન દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ અકસ્માતથી તેમના ફેફસાંને લગતી બીમારી થઈ. સૈના છોડ્યા બાદ ગૌરવ આર્ય માર્કેટિંગ અને સેલ્સમાં એમબીએ કર્યું અને પછી કોર્પોરેટ જગતમાં જોડાયા. તેઓ એચસીએલ, હચ (અત્યારની વોડાફોન કંપની), વિપ્રો, સ્પાઈસ રિટેલ લિમિટેડ, સ્ટેરિયા ઈન્ફ્રાટેક લિમિટેડ અને સ્માર્ટ ગ્રુપ સહિત મોટા કોર્પોરેટ્સમાં વિવિધ પદ પર કામ કર્યું. તેઓ પ્રકાશમાં ત્યારે આવ્યા જ્યારે જુલાઈ ૨૦૧૬માં કાશ્મીરી આતંકવાદી બુરહાન વાનીને સંબોધીને ‘ખુલ્લો પત્ર” લખ્યો હતો તે રાતોરાત વાયરલ થયો હતો. ભારતીય સૈન્યને લઈને તેઓ લાગણીસભર વિડિયો બનાવવા માટે જાણીતા છે.