નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાંના એક ખંડાલા નજીક મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાર્યો હતો જેમાં 17 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંખ્યા વધી શકે છે. બધા મૃતકો કર્ણાટકના વિજાપુર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બધા કામ અર્થે પૂણે જઇ રહ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલા અન્ય 13 લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી ઘણા હાલત ગંભીર છે. પોલીસની ટીમો ઘટનાસ્થળ પર રાહતકાર્ય ચલાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રકના ભુક્કો બોલી ગયો
મળતી માહિતી અનુસાર કર્ણાટકથી એક ટ્રક લગભગ 30 મજૂરોને લઇને પૂણે એમઆઇડીસી તરફ જઇ રહી હતી. જ્યાં તેમણે કામમાં લગાવવાના હતા. મંગળવારે સવારે પૂણે-સાતારા હાઇવે પર ખંબાટકી ટનલ પાસે ટ્રકે અચાનક કાબૂ ગુમાવી દેતાં બેરિકેડ સાથે ટકરાઇ ગયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

હિમાચલના કાંગડામાં બસ ખીણમાં ખાબકતા 27 બાળકો સહિત 30નાં મોત


13 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા
અકસ્માત બાદ ત્યાંથી પસાર લોકોએ પોલીસને ઘટના વિશે જાણ કરી. સ્થાનિક પોલીસ સાથે એમ્બુલન્સ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ. ત્યારબાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ ભીષણ અકસ્માતમાં 13 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકોએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. 


દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય 13 લોકોની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં થઇ રહી છે. પોલીસની ટીમે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી એ સામે આવ્યું નથી કે આ અકસ્માત કેવી રીતે થયો. ઇજાગ્રસ્તોની સ્થિતિમાં સુધારો થતાં પોલીસ તેમના નિવેદન નોંધશે. મૃતકોની લાશને પોલીસે કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. ત્યારબાદ તેમને સંબંધિત પરિવારોને સોંપવામાં આવશે.