Deoghar Ropeway Accident: દેવધર રોપવે પર રેસ્ક્યૂ દરમિયાન મોટી દુર્ઘટના, દોરડું છૂટતા નીચે પડ્યો વ્યક્તિ
ઝારખંડના દેવધર રોપવેમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. રેસ્ક્યૂ દરમિયાન સેનાના હેલીકોપ્ટરથી યુવક પડી ગયો, આ દુર્ઘટનામાં તેનું મોત થયું છે.
નવી દિલ્હીઃ ઝારખંડના દેવધર રોપવે પર ફસાયેલા લોકોનું સતત રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રેસ્ક્યૂ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે. રેસ્ક્યૂ દરમિયાન સેનાના હેલીકોપ્ટરમાંથી એક યુવક પડી ગયો. આ દુર્ઘટનામાં વ્યક્તિનું મોત થયુ છે.
હજુ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
દેવધર જિલ્લાના મોહનપુરના ત્રિકુટ પહાડ પર થયેલી રોપવે દુર્ઘટના બાદ ટ્રોલીમાં ફસાયેલા 48માંથી કુલ 32 લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા છે. વાયુસેના, આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનીક તંત્રની ટીમો સંયુક્ત રૂપથી આ ઓપરેશનમાં લાગી છે. સેનાના જવાન હેલીકોપ્ટરથી દોરડાના સહારે લટકીને ટ્રોલીમાંથી એક-એક કરી લોકોને બહાર કાઢી રહ્યાં છે. હજુ સુધી 15 જેટલા લોકો ફસાયેલા છે. સાથે દુર્ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે.
આખી રાત ટ્રોલીમાં પસાર કરી
રવિવારે સાંજે આશરે છ કલાક બાદ થયેલી દુર્ઘટના બાદ 12 જેટલી ટ્રોલીમાં 48 લોકો ફસાયા હતા. આ લોકોએ ટ્રોલીમાં રાત પસાર કરી હતી. કેટલાક લોકોને રવિવારે સ્થાનીક ગ્રામિણોની મદદથી ટ્રોલીમાંથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. રાત થવાને કારણે રવિવારે રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવું પડ્યું હતું.
ભારતે એન્ટી ટેન્ક મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કર્યું, તેનાથી વધશે વાયુસેનાની તાકાત
પૂર્વ મુખ્યમંત્રીએ કરી વળતરની માંગ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યુ કે, દેવઘર મામલામાં સરકાર મૃતકને એક કરોડનું વળતર આપે. સરકારની નિષ્ફળતાને કારણે 2ના મોત અને 48 પર્યટક રાતભર ખાધા-પીધા વગરના રાતભર હવામાં લટકતા રહ્યાં, જે જિલ્લાથી પર્યટન મંત્રી આવે છે તે ઘટનાના 18 કલાક બાદ પણ સ્થળ પર પહોંચ્યા નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. એનડીઆરએફ અને સીઆરપીએફના જવાનો પર વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube