હાપુડની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, બોયલર ફાટતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત
ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં સ્ટીમ બોયલર ફાટતાં આગ લાગી ગઇ છે, જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે. મેરઠ ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે આ અંગે પુષ્ટિ કરી છે. તો બીજી તરફ 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે.
હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં સ્ટીમ બોયલર ફાટતાં આગ લાગી ગઇ છે, જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે. મેરઠ ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે આ અંગે પુષ્ટિ કરી છે. તો બીજી તરફ 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડ વિભાગની ગાડીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે. પોલીસ અને વહિવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પર પહોંચી ચૂકી છે. કેસ ધૌલાનાના યૂપીએસઆઇડીસીનો હોવાનો કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેક્ટરીની અંદર બે ડઝન લોકો ફસાયેલા હોઇ શકે છે. જેને સુરક્ષિત નિકાળવા મોટો પડકાર છે.
સીએમ યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube