નવી દિલ્હી : દેશમાં ખાવાપીવાની વસ્તુઓ સહિતની તમામ આવશ્યક વસ્તુઓના પરિવહનમાં આવી રહેલી અડચણને ગંભીરતાથી લઈને કેન્દ્રિય ગૃહ સચિવે તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને આ વસ્તુઓના ટ્રકનું ટ્રાન્સપોર્ટેશન ન અવરોધાય એનું ધ્યાન રાખવાનું કહ્યું છે. કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કડક શબ્દોમાં લખ્યું છે કે મંત્રાલયને માહિતી મળી છે કે આવશ્યક વસ્તુઓ લઈ જતા ટ્રકને દેશના કેટલાક હિસ્સાઓમાં રોકવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી છે કે જો આવી જ સ્થિતિ રહી થો દેશમાં જરૂરી વસ્તુઓની તંગી સર્જાઈ શકે છે. આ સિવાય દેશના કેટલાક ભાગોમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસમાં કામ ચલાવવાની પરવાનગી નથી આપવામાં  આવી. આ સિવાય ફેક્ટરીમાં શ્રમિકોને જરૂરી પાસ પણ નથી આપવામાં આવ્યા. આ સિવાય એક રાજ્યના પાસ કે આધિકારીક પત્રોને બીજા રાજ્યના અધિકારીઓ માનવાનો ઇનકાર કરી રહ્યા છે. 


ગૃહ મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જરૂરી તેમજ બિનજરૂરી વસ્તુઓ ભરેલા ટ્રકને ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી આપવામાં આવે. આ ડ્રાઇવર પાસે પાસ પ્રમાણિત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ તેમજ ડ્રાઇવર સાથે એનો અસિસ્ટન્ટ પણ હોઈ શકે છે. આ સિવાય સામાન અનલોડ કર્યા પછી પાછા જઈ રહેલા ખાલી ટ્રકને પણ રોકી નહીં શકાય. ફેક્ટરીમાં કામ માટે જઈ રહેલા મજૂરોને પણ જવાની પરવાનગી હશે તેમજ આખા દેશમાં વેયર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ ચાલુ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube