નવી દિલ્હી : દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી પ્રવાસની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી ઈછે. 


અરવિંદ કેજરીવાલે કહ્યું છેકે દિલ્હીમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે અને એટલે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્હી સરકારે દિલ્હી મેટ્રો અને ડીટીસી બસમાં મહિલાઓને ભાડામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે જેના કારણે સાર્વજનિક પરિવહનનો વપરાશ કરવા માટે પ્રોત્સાહન મળશે. મહિલાઓના ફ્રી પ્રવાસને કારણે ડીએમઆરસીને જે નુકસાન થશે એને દિલ્હી સરકાર ભરપાઈ કરશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...