IGએ જણાવ્યો પુલવામામાં શું હતો આતંકવાદીઓનો પ્લાન, એક અઠવાડિયા પહેલાં મળ્યા હતા ઇનપુટ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અહીં એક ગાડીમાં મોટી માત્રામાં IED હતો, જેને સુરક્ષાબળોએ ટ્રેક કરી તેને ડિફ્યૂઝ કરી દીધો.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અહીં એક ગાડીમાં મોટી માત્રામાં IED હતો, જેને સુરક્ષાબળોએ ટ્રેક કરી તેને ડિફ્યૂઝ કરી દીધો. હવે આ મુદ્દે જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી વિજય કુમારે મીડિયા સાથે વાતચીત કરી હતી.
જમ્મુ કાશ્મીર પોલીસના વિજય કુમારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ગત એક અઠવાડિયે સમાચાર હતા કે જૈશ અને હિજ્બુલ મળીને આ પ્રકારનો હુમલો કરી શકે છે, ત્યારબાદ અમે સતત ટ્રેકિંગ પર લાગેલા હતા. ગઇકાલે સાંજે પોલીસે સેના, સીઆરપીએફની મદદથી તેમનો પીછો કર્યો. અમે નાકા પર વોર્નિંગ ફાયરિંગ કર્યું પરંતુ આતંકવાદીઓએ ગાડી રોકી નહી.
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 20 કિલો IED વિસ્ફોટક સાથે મળી કાર, ડ્રાઇવર ફરાર
વિજય કુમારના અનુસાર આગામી નાકા પર અમે ફાયરિંગ કર્યું પરંતુ કારણ કે ત્યાં પણ અંધારું હતું, તો એટલા માટે ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ અમે ગાડીને જપ્ત કરી અને તેનું ચેકિંગ કર્યું. જેમાં મોટી માત્રામાં IED મળ્યું હતું. અમારી ટીમે IEDને ચેક કર્યું અને તેને ડિફ્યૂઝ કર્યું. તેની પાછળ એક મોટા આતંકવાદી હુમલાનું કાવતરું હતું, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યું.
વિજય કુમારે જણાવ્યું હતું કે આ લોકો ઘણા દિવસોથી આ કાવતરામાં લાગ્યા હતા, પરંતુ પહેલાં કરી ન શક્યા. એટલા માટે હવે ટ્રાઇ કરી રહ્યા હતા, પરંતુ અમે તેમને નિષ્ફળ કરી દીધા. તેમણે કહ્યું કે આ લોકો કોઇપણ પોલીસ અથવા સુરક્ષાબળોની ટીમને ટાર્ગેટ કરી શકતા હતા. ગાડીમાં લગભગ 40-45 કિલો સુધી વિસ્ફોટક હતો. જેને ડિફ્યૂજ કરવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં રજપુર રોડ પાસે એક સેન્ટ્રો કારને જપ્ત કરવામાં આવી, જેમાં લગભગ 40 કિલો સુધી વિસ્ફોટક હતો. ગુરૂવારે સવારે આ જગ્યા પર બોમ્બ સ્કોડ બોલાવીને IED ને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યા, જ્યારે ડિફ્યૂઝ કરવામાં આવ્યા તો કારમાં બોમ્બ ફૂટ્યો અને તેનો ધૂમાડો 50 ફૂટ સુધી ઉપર ઉછળ્યો. આ દરમિયાન આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube