Independence Day 2023: ભારત દેશ આજે આઝાદીના પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વના સૌકોઈ ભાગીદાર બન્યા છે. 1947થી લઈને 2023 સુધીમાં એવી મોટી 75 ઘટનાઓ બની છે કે જે ક્યારેય નહીં ભૂલી શકાય. કેટલીક ઘટનાઓ ઉત્સવરૂપ છે જ્યારે અનેક ઘટનાઓ નિષ્ફળતા ભરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું દેશમાં બનેલી સૌથી મોટી 75 ઘટનાઓ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 1947


ધર્મના આધારે ભારતના ભાગલા પડ્યા, 1.4 કરોડ લોકોનો વિસ્થાપન અને રમખાણોએ બે લાખ લોકોનો ભોગ લીધો.


2. 1947-48


જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાની કબાઈલીઓનો હુમલો. મહારાજા હરિસિંહે ભારતનું પ્રભુત્વ સ્વીકારતા ભારતે પાકિસ્તાનને ભગાડ્યું.


3. 1947


દરેક વયસ્ક નાગરિકને મતાધિકાર.


4. 1950


ભારતે પોતાનું બંધારણ લાગૂ કર્યું.


5. 1951


દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ.


6. 1951


દેશમાં નવી દિલ્લી ખાતે સૌપ્રથમ એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.


7. 1956


4 ઓગસ્ટ 1956ના રોજ ભારતમાં જ ડિઝાઈન થયેલું એશિયાનું સૌપ્રથમ અણુ રિએક્ટ અપ્સરાનું બાંધકામ પૂર્ણ થયું.


8. 1958


બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ તરીકે ઓસ્કારમાં મુઘલ-એ-આઝમનું નામાંકન.


9. 1960


હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજનું ઉત્પાદન વધારવામાં સફળતા.


10. 1962


ચીને આક્રમણ કર્યું, એક મહિના પછી યુદ્ધ વિરામ.


11. 1969


19 જુલાઈ 1969ના રોજ સરકારે ભારતની 14 બેન્કોનું રાષ્ટ્રીકરણ કર્યું.


12. 1970


શ્વેત ક્રાંતિથી વિશ્વનું સૌથી મોટું ડેરી વિકાસ અભિયાન સફળ, ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદક રાષ્ટ્ર બન્યું.


13. 1971


26 માર્ચ 1971ના રોજ શેખ મુજિબુર રહેમાનની આગેવાનીમાં પૂર્વ પાકિસ્તાને આઝાદી મેળવી અને બાંગ્લાદેશ બન્યું. ભારતની અત્યંત મહત્વની ભૂમિકા.


14. 1972


ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદો ઉકેલવા શિમલા કરાર કરવામાં આવ્યો.


15. 1973


આજના ઉત્તરાખંડના ચમૌલી જિલ્લાના રેની ગામે વૃક્ષો કાપતા અટકાવી વન બચાવવા માટે ચિપકો આંદોલન કરાયું.


16. 1974


પોખરણ ખાતે પહેલો અણુધડાકો કરીને ભારત પાચમો અણુશક્તિ દેશ બન્યો.


17. 1974


ભ્રષ્ટાચાર, ગેરવહીવટ સામે બિહારના વિદ્યાર્થીઓ દ્વારા જે.પી. ચળવળ.


18. 1975


આર્યભટ્ટના નામે ભારતમાં સૌપ્રથમ સ્વદેશી ઉપગ્રહ સર્જન.


19. 1975


ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો. કટોકટી જાહેર થઈ, ચૂંટણી, નાગરિક અધિકારીઓનું હનન.


20. 1976


સંજય ગાંધીના નસબંધી અભિયાનમાં એક વર્ષમાં 62 લાખ માણસોની નસબંધી. તેમાં ગરબડથી 2000ના મૃત્યુ.


21. 1977


પહેલી વખત કોંગ્રેસને સરકાર બનાવવા જેટલી બેઠકો ન મળી. જનતા મોરચાની સરકાર. મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી.


22. 1979


પ્રધાનમંત્રી વી. પી. સિંહે સામાજીક-શૈક્ષણિક પછાતોની ઓળખાણ માટે બી. પી. મંડલ કમિશનની રચના કરી.


23. 1983


કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતી લીધો.


24. 1984


ભારતે સૌ પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માને અવકાશમાં મોકલ્યા.


25. 1984


ઓપરેશન બ્યૂ સ્ટારના નામે આતંકવાદી જર્નેલ સિંહ ભિંદરાણવાલેને લશ્કરે સુવર્ણ મંદિરમાં પ્રવેશ કરી ઠાર માર્યો.


26. 1984


ઓપરેશન બ્યૂ સ્ટારનો બદલો લેવા ઈન્દિરા ગાંધીની બોડીગાર્ડ દ્વારા હત્યા, દિલ્લીમાં શીખ વિરોધી રમખાણોમાં 3 હજારના મૃત્યુ.


27. 1984


3 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં અમેરિકન કંપની યુનિયન કાર્બાઈડમાંથી ઝેરી ગેસ લીક થતાં 3000ના મૃત્યુ.


28. 1985


શાહબાનોના ભરણપોષણના દાવાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતાં સરકારે કાયદો બદલી સુપ્રીમનો ચુકાદો ઉથલાવ્યો.


29. 1986


સ્વિડન પાસેથી ખરીદેલી બોફોર્સ હોવિત્ઝર તોપમાં ભ્રષ્ટાચારના આક્ષેપના કારણે રાજીવ ગાંધીની સરકારનું પતન.


30. 1987


ભારત-પાકિસ્તાને મળીને પહેલી વખત ઈંગ્લેન્ડની બહાર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું. ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું.


31. 1989


આઝાદી પછી ભારતમાં બે મહિનાના સૌથી ભયાનક હિન્દૂ-મુસ્લિમ રમખાણોમાં 1000ના મૃત્યુ, 50 હજાર વિસ્થાપિત.


32. 1990


મંડલ કમિશનના અહેવાલ મુજબની જન્મ આધારિત જાતિઓને સરકારી નોકરી


આપવાના નિર્ણય સામે દેશવ્યાપી આંદોલન.


33. 1991


રાજીવ ગાંધીની સરકારે પરવાના રાજ સમાપ્ત કરી મુક્ત વ્યાપાર અપનાવી વિદેશી રોકાણકારો માટે દરવાજા ખોલ્યા.


34. 1991


પ્રધાનમંત્રી નક્કી મનાતા રાજીવ ગાંધીની ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રી પેરામ્બુદુર ખાતે તમિલ ટાઈગર્સે હત્યા કરી.


35. 1992


અયોધ્યામાં કારસેવા કરવા ભેગા થયેલા સેવકોએ બાબરી મસ્જિદના માળખાને ધ્વસ્ત કરતાં રમખાણોમાં 2000ના મૃત્યુ.


36. 1992


હર્ષદ મહેતાએ ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું.


37. 1993


દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં શ્રેણી બદ્ધ બ્લાસ્ટ કરાવતાં 250ના મૃત્યુ.


38. 1998


પહેલી વખત ભાજપની સરકાર અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી, સરકાર 1 વર્ષ ટકી.


39. 1998


ફરી ચૂંટાયેલા પ્રધાનમંત્રી વાજપેયીના સમયમાં ફરી પોખરણ ખાતે અણુધડાકા.


40. 1999


19 ફેબ્રુઆરી 1999ના રોજ પ્રધાનમંત્રી વાજપેયીએ મુસાફરી કરી પાકિસ્તાન-ભારત વચ્ચે બસ સેવાનો આરંભ કરાવ્યો.


41. 1999


કારગિલની ભારતભૂમિને પાકિસ્તાનથી મુક્ત કરાવવા ઓપરેશન વિજયની સફળતા.


42. 1999


24 ડિસેમ્બરે દિલ્લીથી કાઠમંડુ જતાં વિમાનનું પાંચ પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ. ત્રણ આતંકીઓના બદલામાં 180 મુસાફરોને છોડાવવામાં આવ્યા.


43. 1999


પૈસા લઈ હારી જવાનું મેચ-ફીક્સિંગ કરવાના આરોપી સ્વીકારતાં અજય જાડેજા અને કેપ્ટન અઝહરૂદ્દીનની હકાલપટ્ટી.


44. 2000


પૈસા લઈ હારી જવાનું મેચ-ફીક્સિંગ કરવાના આરોપી સ્વીકારતાં અજય જાડેજા અને કેપ્ટન અઝહરૂદ્દીનની હકાલપટ્ટી.


45. 2000


છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ નામના નવા રાજ્યોનું સર્જન.


46. 2001


વાજપેયી સરકારે દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતા સૌથી મોટા હાઈવે, ગોલ્ડન ક્વાડ્રિલેટ્રલનો આરંભ કર્યો.


47. 2002


અયોધ્યાથી આવતી ટ્રેનમાં ગોધરા ખાતે આગ લાગતાં ગુજરાતમાં કોમી રમખાણો. 1044 મૃત્યુ, 223 લાપતા, 2500 ઈજાગ્રસ્ત.


48. 2004


પેટાળના ભૂકંપથી હિન્દ મહાસાગરમાં સર્જાયેલી સુનામીમાં આંધ્ર, તમિલનાડુ, અંદામાનના 10 હજાર લોકોના મૃત્યુ.


49. 2005


માહિતી અધિકાર કાયદો રચાયો.


50. 2005


મનરેગા રોજગાર કાયદો અમલમાં.


51. 2006


1962ના યુદ્ધથી ભારતે બંધ કરેલો સિક્કીમ તિબેટને જોડતો નાથુ-લા, ભારત-ચીન વ્યાપાર માર્ગ ફરી ખોલ્યો.


52. 2008


ચંદ્રાયાન ચંદ્રની ભ્રમકકક્ષામાં ગોઠવાયું અને ચંદ્રની ધરતીમાં પાણીના કણ હોવાની સૌપ્રથમ માહિતી મેળવી.


53. 2008


બીજીંગ ઓલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં અભિનવ બિન્દ્રાએ સૌ પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો.


54. 2008


પાકિસ્તાની ત્રાસવાદી જૂથ લશ્કર-એ-તૈયબાએ સમુદ્રથી આતંકી મોકલી મુંબઈ ઉપર આતંકી હુમલો કરાવ્યો, 166ના મૃત્યુ.


55. 2009


શિક્ષણનો અધિકાર આપતો ખરડો મંજૂર, દરેક સ્કૂલમાં 25 ટકા બેઠરો ગરીબો માટે અનામત રાખવી ફરજિયાત બની.


56. 2009


26 જુલાઈએ 3,500 કિમી સુધી મિસાઈલ હુમલો કરી શકતી દેશની સંપૂર્ણ સ્વદેશી અણુ સબમરીન અરિહંત લોન્ચ.


57. 2010


ભારતમાં કોમન વેલ્થ ગેમ્સનું આયોજન. ભારતે 101 મેડલ જીતી બીજી સ્થાન મેળવ્યું. ભયાનક ભ્રષ્ટાચારના આક્ષેપ થયા.


58. 2011


બીજી એપ્રિલે મહેન્દ્રસિંહ ધોનીની કેમ્ટનશિપમાં શ્રીલંકાને હરાવીને ભારતે બીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો.


59. 2011


અન્ના હઝારેની આગેવાનીમાં દેશવ્યાપી લોકપાલ આંદોલન કરવામાં આવ્યું. 2013માં


લોકપાલ ખરડો પસાર થયો.


60. 2013


દેશના દરેક નાગરિકને ભોજનની ગેરન્ટી આપતો નેશનલ ફૂલ સિક્યૂરીટી એક્ટ 2013 કાયદો રચાયો.


61. 2013


5 નવેમ્બરે ISRO દ્વારા મંગળયાન મોકલવામાં પહેલાં જ પ્રયાસે સફળતાનો રેકોર્ડ. ભારત મંગળ ઉપર જનાર પ્રથમ એશિયન દેશ.


62. 2014


માર્ચમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝનેશને ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાને પોલિયો મુક્ત વિસ્તાર જાહેર કર્યો.


63. 2014


બીજી જીનના રોજ આંધ્ર પ્રદેશમાંથી ઉત્તર-પશ્ચિમ વિસ્તાર જુદો પડી ભારતનું 29મું રાજ્ય તેલંગણા બન્યું. જેની રાજધાની હૈદરાબાદ બની.


64. 2016


એપ્રિલ મહિનામાં ભારતે પોતાની GPS સિસ્ટમ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન સફળતાપૂર્વક લોન્ચ કરી.


65. 2016


સરકારે 500 અને 100 રૂપિયાની ચલણી નોટો રદ કરી દીધી અને નવી 2000 રૂપિયાની નોટો બહાર પાડી.


66. 2017


1 જુલાઈના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નામનો એક ટેક્સનો કાયદો લાગૂ કરવામાં આવ્યો.


67. 2018


સુપ્રીમ કોર્ટે સજાતીયતાને ગુનો ન ગણતાં દિલ્લી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને દેશમાં સજાતીયતા સ્વીકાર્ય બનાવી.


68. 2019


30 જુલાઈના રોજ 3 વખત તલાક બોલીને આપતા તલાક-એ બિદ્દત છુટાછેડાને અમાન્ય કરતો કાયદો પસાર.


69. 2019


ફેબ્રુઆરી મહિનામાં સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી હળવા લડાયક વિમાન તેજસને હવાઈ દળમાં સ્થાન આપવામાં આવ્યું.


70. 2019


27 માર્ચે ભારતે અવકાશમાં જ ઉપગ્રહને તોડી પાડતા મિસાઈલનું પરીક્ષણ કર્યું.


71. 2019


22 જુલાઈએ સૌથી શક્તિશાળી રોકેટ GSLVMk-III દ્વારા ચંદ્ર ઉપર ઉતરણ કરવા ચંદ્રાયાન-ટુ શ્રીહરિકોટાથી રવાના.


72. 2019


જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કરી સરકારે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને
કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા.


73. 2020


અમદાવાદમાં અમેરિકી તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપનું આગમન, ભારત મુલાકાત.


-એપ્રિલ 2020: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં કોવિડ લોકડાઉન લાગુ કરાયું. લાખો શ્રમિકોનું વતન તરફ જવું.


-મે 2020: ગાલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ. 20 ભારતીય જવાનો શહીદ ચીનના 43 જવાનોના મોત.


-જૂન 2020: બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતું મોત. સુશાંત કેસ સાથે બોલીવુડ ડ્રગ કેસ શરૂ થયો જેમાં અનેક મોટા સ્ટાર્સની પુછપરછ કરાઈ.


-ઓગસ્ટ 2020: અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું.


74. 2021


-જાન્યુઆરી 2021, દેશમાં લોકોને કોરોનાથી બચાવવા માટે મફત રસીકરણ શરૂ કરવામાં આવ્યું.


-માર્ચ 2021, દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ અને લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોના મોત થયા.


-ઓગસ્ટ 2021, ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા. અત્યાર સુધીમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીત્યા.


75. 2023


- ઈસરોએ ચંદ્ર પર પોતાનું યાન મોકલ્યું. ભારતનું મિશન મૂન. ઈસરોએ ચંદ્ર પરના રહસ્યોને જાણવા માટે ચંદ્રયાન-3 મોક્યું.
-----------------------