નવી દિલ્હી : ખીણમાં હ્યુમન શિલ્ડ બનાવવા મુદ્દે ચર્ચામાં આવેલા મેજર લીતુલ ગોગોઇની વિરુદ્ધ  કોર્ટ માર્શલની પ્રક્રિયા પુર્ણ થઇ ચુકી છે. શ્રીનગરની એક સ્થાનીક મહિલા સાથે મિત્રતા રાખવાનાં દોષમાં તેમનું પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું છે. મેજર ગોગોઇએ 2017માં પથ્થરમારો કરનારા યુવકને જીપ સાથે બાંધવાના કારણે વિવાદમાં આવ્યા હતા. મેજર ગોગોઇના ડ્રાઇવર સમીર મલ્લા વિરુદ્ધ પણ કાશ્મીરમાં કોર્ટ માર્શલ થયું હતું.  મલ્લાને ડ્યુટીથી ગાયબ રહેવાનો દોષીત સાબિત થયો હતો.  તેને પણ આકરી સજા ફટકારવામાં આવે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબર: PAN-Aadhaar નહી જોડનાર લોકોને મળી વધારે એક તક

આ મુદ્દે ચાલી રહ્યો હતો કેસ
23 મે 2018નાં રોજ ત્યારે વિવાદ થયો જ્યારે સમાચાર ફેલાયા કે સેનાના એક અધિકારીને 18 વર્ષની યુવતી સાથે સ્થાનિક હોટલમાં પોલીસે ધરપકડ કરી છે, જે યૌન શોષણની મંશાથી તે યુવતીને હોટલમાં લાવ્યો હતો. આ મુદ્દો ત્યારે વિવાદિત બન્યો જ્યારે અધિકારી મેજર લીતુલ ગોગોઇ છે. જેને હ્યુમન શીલ્ડ બનાવ્યું હતું.  જો કે યુવતીએ કહ્યું હતું કે તે પોતાની મરજીથી મેજર સાથે ગઇ હતી. તેની મિત્રતા ફેસબુક દ્વારા થઇ હતી. જ્યાં મેજરે પોતાનું નામ ઉબૈદ અરમાન રાખ્યું હતું. ઘટના બાદ આર્મી ચીફ વિપિન રાવતે કહ્યું હતું કે, જો મેજર ગોગોઇ દોષીત સાબિત થશે તો તેને આકરી સજા આપવામાં આવશે.

મેજરને થઇ ગયો હતો અહંકાર
ડારને ગત્ત વર્ષે કહ્યું હતું કે, અલ્લાહનો આભારી છું, જે વ્યક્તિએ મારુ જીવન બરબાદ કરી દીધું, આખરે તેને ખુદાના કોપનો સામનો કરવો પડ્યો. ખુદ ઇંસાફ કરવાની પોતાની પદ્ધતી હોય છે. ડારે કહ્યું કે, સેનાના મેજરને પાવરનો અહંકાર થઇ ગયો હતો. તે પોતાની જાતને ખુદા સમજવા લાગ્યા હતા. જો કે તેમને કદાચ જ ખબર હશે કે ખુદાની લાઠીમાં અવાજ નથી હોતી.