મુંબઈ : નવા વર્ષનું સ્વાગત હંમેશા ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. જોકે આ નવા વર્ષ સાથે સંકળાયેલી એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હાર્ટ એટેકના સૌથી વધારે મામલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સામે આવે છે. દેશના તમામ ડોક્ટર્સ આ વાત સાથે સંમત છે. સ્વીડનની એક સંસ્થાએ 1998થી માંડીને 2013 સુધી 2.80 લાખ દર્દીઓનો એક સર્વે કરવામાં આવ્યો છે અને એમાં માહિતી મળી છે કે ક્રિસમસ તેમજ નવા વર્ષ દરમિયાન હાર્ટ એટેકની સૌથી વધારે ઘટનાઓ બને છે. આ સંશોધન ભલે સ્વીડનમાં થયું છે પણ એના તારણો ભારતીય પર પણ લાગુ પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિહાર જેલમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને એકસાથે ફાંસીના માંચડે ચડાવવાનો તખતો તૈયાર, મળ્યો પુરાવો


ફોર્ટિસ એસ્કોર્ટસ હોસ્પિટલના ડિેરેક્ટર અને લોકપ્રિય કાર્ડિયોલોજિસ્ટ ડો. અશોક સેઠનો અભિપ્રાય છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મહત્તમ હાર્ટએટેક થવાનું કારણ વધારે પડતી ઠંડી જ છે. હકીકતમાં ઠંડીના કારણે આર્ટરી સંકોચાઈ જાય છે અને પરિણામે દુખાવો થવા લાગે છે તેમજ લોહી જામવા લાગે છે. આર્ટરીઝમાં ક્લોટિંગ થવાના કારણે હાર્ટ એટેક આવી જાય છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અપર્ણા જસવલના મત પ્રમાણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડીના પગલે ત્વચા સંકાચાવા લાગે છે. આના કારણે લોહીની નસો પણ સંકોચાય છે અને હોર્મોનલ બદલાવ પણ થાય છે. આના કારણે જે લોકોને હાર્ટની સમસ્યા નથી તેમને પણ હાર્ટ એટેક આવી શકે છે.


દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તાના મામલે સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ


જો શિયાળામાં આ સમસ્યાથી બચવું હોય તો રોજ કસરત કરવી પણ ઠંડીમાં વધારે પડતી કસરતથી બચવું. આ સિવાય ગરમ વસ્ત્રો પહેરવા અને થોડો સમય સૂર્યપ્રકાશ લેવો. આ સિવાય સ્વસ્થ રહેવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું નહી તેમજ તણાવવાળી કામગીરી કરવી નહી કારણ કે રક્તવાહીની અને ધમની સંકોચાતી હોવાથી હૃદયમાં દુઃખાવો થઇ શકે છે. ઠંડીના સમયમાં આવી કેટલીક બાબતો સંભવિત જોખમ સજી શકે છે. આ સમયગાળામાં બાળકો અને વૃદ્ધોને હાર્ટ ડિસઓર્ડરનું જોખમ વધુ રહે છે કેમકે તેઓની કમ્યુનિકેટ ઇમ્પેર્ડ મોબિલીટીની મયાદિત ક્ષમતા હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....