નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંતોએ એકવાર ફરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. આ વખતે દિગંબર અખાડાના પ્રમુખ મહંત સુરેશ દાસે આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, સરકાર રામ મંદિરની ફોર્મ્યુલા 25 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરે. જો એવું નહી થાય તો તેના માટે વિશાળ જનઆંદોલન કરવામાં આવશે. મહંત સુરેશ દાસે કહ્યું કે, કુંભમાં જ સાધુ-સંત રામ મંદિર નિર્માણની તારીખ નિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે, જો કોર્ટ અને સરકાર કંઇ પણ નથી કરતા તો જનતાની કોર્ટનાં માધ્યમથી રામ મંદિરનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાડ સાથે લટકતી મળી આવ્યા 2 સગી બહેનોનાં શબ, પોલીસે માને છે આત્મહત્યા

મહંત સુરેશ દાસે કહ્યું કે, કુંભમાં જ સાધુ સંત રામ મંદિર નિર્માણની તારીખ નક્કી કરશે. તેમણે કહ્યું કે, જો કોર્ટ અને સરકાર કંઇ પણ નહી કરે તો જનતાની કોર્ટનાં માધ્યમથી રામ મંદિર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ જન્મભુમિ-બાબરી મસ્જીદ, જમીન વિવાદ મુદ્દે દાખલ અપીલો અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે નવી બેંચની રચના કરવામાં આવશે. 3 જજોની આ નવી બેંચ નિશ્ચિત કરશે કે અયોધ્યા વિવાદની રોજીદી સુનવણી હોય કે નહી. 


અકસ્માતમાં ઘાયલ યુવકને પરિવહન મંત્રીએ પોતે હોસ્પિટલ પહોંચાડ્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ નવી બેંચની રચના કરશે. સાથે જ સુપ્રીમ કોર્ટનાં એક વકીલ તરપથી દાખલ કરવામાં આવેલી જનહિત અરજીને રદ્દ કરી દીધી છે, જેમાં અયોધ્યા વિવાદની રોજિંદી સુનવણીની માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અશ્વિની કુમાર ચોબેનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ દેશ માટે સ્વાભિમાન અને સન્માનની વાત છે. એટલા માટે રામલલાનો મંદિત ત્યાં જ બનશે. બીજી તરફ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. 


ગડકરી 2019માં ત્રિશંકુ લોકસભા સર્જાય તેની રાહ જોઇ રહ્યા છે : શિવસેના

તેમણે કહ્યું કે, ભલે અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓ ઉપરથી કંઇ પણ કહે પરંતુ તમામને ભગવાન રામ પ્રત્યે આસ્થા છે. ઝડપથી આ સમસ્યા ઉકેલવામાં આવે અને રામ મંદિર બનાવવાનો માર્ગ સરળ થઇ જાય. ચોબેએ કહ્યું કે, અમારી સરકાર પણ આ મુદ્દે ગંભીર છે. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટને અપીલ કરે છે કે ઝડપથી આ મુદ્દે સ્થિતી સ્પષ્ટ કરે, કારણ કે દેશનાં રોમ-રોમમાં રામ વસેલા છે અને તમામ લોકોની તેમાં આસ્થા છે.