નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા હાલ સમાચારોમાં છવાયેલી છે. પરંતુ શનિવારે મલાઈકાએ એવી વાત કહી દીધી જે કોઈએ વિચાર્યુ પણ ન હોય. એક્ટર અર્જુન કપૂરની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં આવેલ મલાઈકાએ જણાવ્યું કે, કોણે તેમને આટલા વર્ષોથી ક્રેઝી બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મલાઈકાએ આ ખુલાસો કરતા કહ્યું કે, મલાઈકા આજે પણ પોતાના શરૂઆતના કરિયરના દિવસોના મોડલિંગને યાદ કરે છે. આજની સુપર મોડલ મલાઈકાએ કહ્યું કે, તે પોતાના એ દિવસોને મિસ કરે છે. મલાઈકા લેકમે ફેશન વિક સમર-રિસોર્ટ 2019ના આગામી સીઝનની મોડલ ઓડિશન જજ છે. મલાઈકાએ આ વિશે કહ્યું કે, મારા જીવનમાં મોડલિંગ માટે હંમેશા ખાસ જગ્યા બનેલી છે. જે આ ઉદ્યોગમાં મારા શરૂઆતની યાત્રાને દર્શાવે છે. 



ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાએ અરબાઝ ખાનથી અલગ થયાના 2 વર્ષ બાદ એક મોટું પગલુ ભરતા પોતાન નામથી ખાન સરનેમ અલગ કરી દીધી છે. તેમણે આ અપડેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આવુ કહીને તેણે ફેન્સને ચોંકાવી દીધા છે. તો બીજી તરફ, મલાઈએક પોતાના ગળામાં AM નામનુ પેન્ડન્ટ પહેરીને ફોટો અપલોડ કર્યો છે. આ તસવીરમાં અર્જુન મલાઈકાનું નામ જોડીને બતાવાયુ છે. મલાઈકા અરોરા 2016માં અરબાઝથી અલગ થઈ હતી, અને મે 2017માં બંને વચ્ચે તલાક થયા હતા.