ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનાર નેતાને ભારતની પડી જરૂર
હંમેશા ભારત વિરોધી વલણ અપનાવનાર મુઈજ્જુ દિલ્લીની ધરતી પર પહોંચ્યા ત્યારે તેમને રેડ કાર્પેટ વેલકમ મળ્યું. મુઈજ્જુ વાયુસેનાના વિમાનમાં દિલ્લી પહોંચ્યા. એરપોર્ટ પર એરફોર્સ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ. એરપોર્ટ પર પરંપરાગત કાશ્મીરી નૃત્યથી બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું.
ચાલબાજ ચીનથી માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુનો મોહભંગ થઈ ગયો છે. આ જ કારણ છે કે તે પોતાની ભૂલ સુધારવા માટે રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યા. નવી દિલ્લી આવેલા મુઈજ્જુએ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી. તો હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરીને માલદીવ આવવાનું આમંત્રણ આપ્યું.
વાત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની છે. હંમેશા ભારત વિરોધી વલણ અપનાવનાર મુઈજ્જુ દિલ્લીની ધરતી પર પહોંચ્યા ત્યારે તેમને રેડ કાર્પેટ વેલકમ મળ્યું. મુઈજ્જુ વાયુસેનાના વિમાનમાં દિલ્લી પહોંચ્યા. એરપોર્ટ પર એરફોર્સ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ. એરપોર્ટ પર પરંપરાગત કાશ્મીરી નૃત્યથી બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત પછી માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત થઈ. બંને દેશોએ ડેલિગેશન લેવલની વાતચીત કરી... રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા અનેક રીતે મહત્વપૂર્ણ છે. કેમ કે ગયા વર્ષે માલદીવનું સુકાન સંભાળ્યું પછી તેમના ભારત સાથે સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.
5 દિવસના ભારત પ્રવાસે આવેલાં માલદીવના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ પ્રસંગે બંને રાષ્ટ્રાધ્યક્ષોએ માલદીવમાં હનીમાધૂ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું.
મુલાકાત અને બેઠક પછી બંને નેતાઓએ હૈદરાબાદ હાઉસમાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ. જેમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને માલદીવનો સંબંધ સદીઓ જૂનો છે અને ભારત માલદીવનું સૌથી નજીકનું પાડોશી ને ઘનિષ્ઠ મિત્ર દેશ છે.
હંમેશા ચીનનો સાથ આપનારા માલદીવને ભારતને શું મદદ કરી છે તેનો હિસાબ પીએમ મોદીએ જોઈન્ટ પ્રેસમાં ગણાવી દીધો. ભારતના અનેક પ્રવાસીઓ માલદીવના પ્રવાસે જતાં હોય છે.. ત્યારે તેમના માટે પીએમ મોદીએ ખુશ ખબર આપી દીધા.ભારતના દર વર્ષે લાખો પ્રવાસીઓ માલદીવની મુલાકાત લેતા હોય છે. પરંતુ ભારતીયોની સંખ્યામાં ઘટાડો થતાં મુઈજ્જુ સરકારના તેવર નરમ પડી ગયા. આ જ કારણ છે કે તેમણે ભારતની મુલાકાત લીધી અને પીએમ મોદીને માલે આવવા માટે આમંત્રણ આપ્યું.