મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામુ, અધ્યક્ષ પદ માટે ઉમેદવારી બાદ લીધો નિર્ણય
Mallikarjun Kharge Resignation: રાજીનામુ આપ્યા બાદ ખડગેએ કહ્યું કે કોંગ્રેસના એક નેતા એક પદવાળા નિયમ હેઠળ આ પગલું ભર્યું છે.
નવી દિલ્હીઃ Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામા બાદ ખડગેએ કહ્યું કે કોંગ્રેસમાં એક નેતા એક પદના નિયમ હેઠળ તેમણે આ પગલું ભર્યું છે. ખડગેએ પોતાનું રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. નોંધનીય છે કે ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં બે પદો પર રહેશે નહીં. એટલે કે બીજા પદ પહેલા ગમે તે નેતાએ પોતાના વર્તમાન પદ પરથી રાજીનામુ આપવું પડશે.
ખડગે બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. ખડગેએ 30 સપ્ટેમ્બરે પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારબાદ 17 ઓક્ટોબરે અધ્યક્ષ પદની ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરે પરિણામ સામે આવશે. ખડગેનો મુકાબલો કોંગ્રેસ નેતા શશિ થરૂર સામે છે. પરંતુ ખડગેને ગાંધી પરિવારનું સમર્થન પ્રાપ્ત છે. તેથી તેમની જીતની સંભાવના વધુ છે. જ્યારે તેમણે ઉમેદવારી નોંધાવી તો તેમની સાથે 30 પ્રસ્તાવક હાજર હતા.
ખડગેના પ્રસ્તાવકોની લિસ્ટમાં 30 મોટા નેતા
ઉમેદવારી તો ત્રણ લોકોએ નોંધાવી છે, પરંતુ અધ્યક્ષ પદની ખુરશી પર ખડગેની દાવેદારી મજબૂત છે. પરંતુ કોંગ્રેસે તે આરોપોથી ઇનકાર કર્યો છે કે તેના પરિવારનું કોઈ નેતાને સમર્થન મળશે. થરૂર અને ત્રિપાઠીના પ્રસ્તાવકોમાં જ્યાં ગણ્યા-ગાંઠ્યા નેતાઓ હતા, તો ખડગેના પ્રસ્તાવકોના લિસ્ટમાં 30 મોટા નેતાઓ સામેલ છે. તેમાં જી-23ના મોટા ચહેરા આનંદ શર્મા અને મનીષ તિવારી પણ સામેલ છે. ખડગેની સાથે નેતાઓની આ તસવીર સ્પષ્ટ કરી રહી છે કે પરિણામ શું આવવાનું છે.
કોંગ્રેસને 51 વર્ષ બાદ મળશે દલિત અધ્યક્ષ
હાઈકમાન્ડ અને ટોપ લીડર્સના સમર્થનની ખડગેનું અધ્યક્ષ બનવું નક્કી છે. જો ખડગે અધ્યક્ષ બને છે તો બાબૂ જગજીવન રામ બાદ તે બીજા દલિત અધ્યક્ષ હશે. ખડગે દક્ષિણ ભારત (કર્ણાટક) થી આવે છે અને દલિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. બાબૂ જગજીવન રામ બાદ અત્યાર સુધી કોઈ દલિત નેતાએ પાર્ટીનું નેતૃત્વ કર્યું નથી. તો 1970-1971માં કોંગ્રેસના અધ્યક્ષ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube