વિપક્ષી નેતા ટુંકમાં જ રાહુલ ગાંધીને પોતાના લીડર તરીકે સ્વીકારશે: ખડગે
ખડગેએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી સિવાય કયા વિપક્ષી નેતાની સ્વિકાર્યતા કાશ્મીરથી માંડી કન્યા કુમારી સુધી છે ?
નવી દિલ્હી : આવતા વર્ષે યોજાનારા લોકસભા ચૂંટણી પહેલાવિપક્ષ એકત્ર થવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી આજે નહી તો કાલે વિપક્ષી નેતાઓ વચ્ચે પોતાની મેળે સ્વિકાર્ય થઇ જશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભારતની જનતા ભાજપને સત્તામાંથી બેદખલ કરવા માટે ગાંધીની તરફ જોઇ રહ્યા છે અને આજે નહી તો કાલે વિપક્ષી નેતાઓને સત્તામાંથી બેદખલ કરવા માટે તેમની સ્વીકાર્યતા અંતત થઇને જ રહેશે. પોતાનાં આ બિન્દુના સમર્થનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ખડગેએ સવાલ પુછ્યો કે ગાંધીને છોડીને વિપક્ષનાં કયા નેતા પાસે પોંડીચેરીથી માંડીને જમ્મુ કાશ્મીર સુધી સમગ્ર ભારતમાં સ્વિકાર્યતા છે?
તેમ પુછવામાં આવતા કે શું ગાંધીને મોટા વિપક્ષી જુથમાં સ્વિકાર્યતા પ્રાપ્ત થઇ શકે છે, તેમણે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે, દરેક કોઇ તેમના કામની પ્રશંસા કરી ર્યા છે. તેના કારણે આજે નહી તો કાલે (ગાંધીના નેતૃત્વની) સ્વત: સ્વીકાર્યતા હશે
તેમ પુછવામાં આવતા કે 2019 સંસદીય ચૂંટણીમાં વિપક્ષનું નેતૃત્વ કોણ કરશે, ખડગેએ કહ્યું કે, તેનો નિર્ણય ચૂંટણી બાદ હશે પરંતું હાલ પહેલું કામ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાથી બહાર કરવા માટે તમામે એક થવું જરૂરી છે. તેમણે કહ્યું કે, અમે ભાજપને સત્તાથી દુર કરવામાં નેતૃત્વ કરવા માંગે છે. અમારા નેતા રાહુલ ગાંધી સ્વાભાવિક રીતે આ જંગનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે તેમાં તમામ લોકોનો સાથ ઇચ્છીએ છીએ. અમે તમામ લોકોનો સહયોગ ઇચ્છીએ છીએ. તમામ એક સાથે આવી રહ્યા છીએ. ચૂંટણી પહેલા તમામ ગુંચવાડો ઉકેલાઇ જશે.
અમે ભાજપને સત્તામાંથી બેદખલ કરવા માંગીએ છીએ
ખડગેએ કહ્યુ કે,લોકોને જે પ્રકારે રાહુલ ગાંધીનું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે, તેના કારણે વિપક્ષના નેતાઓની વચ્ચે તેમનું કદ વધશે. આ લડાઇમાં અમે ભાજપને સત્તામાંથી બેદખલ કરવા માંગીએ છીએ જેના માટે અમે બધા જ સાથે આવી રહ્યા છીએ. સત્ય એ પણ છે કે દેશનાં લોકો રાહુલ ગાંધી પાસેથી ઘણી આશા રાખી રહ્યા છે. એટલા માટે તેમની સ્વિકાર્યતા અંતતઆવી જ જશે.
ખડગેએ કહ્યું કે, અમારા નેતાની સ્વિકાર્યતા છે. આજે તેઓ જ્યાં પણ જાય છે, લોકો તેમને સાંભળે છે. કયા નેતાની સ્વિકાર્યતા પુડુચેરીથી માંડીને જમ્મુ કાશ્મીર સુધી છે.. તમે જણાવો. કયા નેતાની સ્વીકાર્યતા પશ્ચિમ બંગાળથી માંડીને ગુજરાતમાં છે ? મને એક નેતાનું નામ જણાવો.