Congress President Election 2022: કોંગ્રેસની કમાન હવે મલ્લિકાર્જૂન ખડગે સંભાળશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તાજેતરમાં થયેલી ચૂંટણીની આજે મતગણતરી હતી અને પરિણામ આવી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગેને 7897 મત મળ્યા જ્યારે શશિ થરૂરને 1060 થી વધુ મત મળ્યા. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી 17 ઓક્ટોબરના રોજ થઈ હતી. આ ચૂંટણીમાં કુલ 9385 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. જેમાંથી 416 મત અમાન્ય ગણાયા. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવારથી બહાર કોઈ અધ્યક્ષ મળ્યા છે. આ અગાઉ સીતારામ કેસરી અધ્યક્ષ હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube