40 ધારાસભ્યોવાળા નિવેદન મુદ્દે મમતા ભડક્યાં, ગણાવ્યા બેશરમ વડાપ્રધાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ ટીએમસીનાં 40 ધારાસભ્યોનાં સંપર્કમાં હોવાનાં નિવેદનનો હવાલો ટાંકીને વડાપ્રધાન મોદીને બેશરમ ગણાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, ટીએમસીનાં લોકો પૈસા સામે વેચાતા નથી. મમતાએ મોદીને સલાહ આપતા કહ્યું કે, વડાપ્રધાન પહેલા તમારુ દિલ્હી સંભાળો પછી બંગાળને જુઓ.
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ ટીએમસીનાં 40 ધારાસભ્યોનાં સંપર્કમાં હોવાનાં નિવેદનનો હવાલો ટાંકીને વડાપ્રધાન મોદીને બેશરમ ગણાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, ટીએમસીનાં લોકો પૈસા સામે વેચાતા નથી. મમતાએ મોદીને સલાહ આપતા કહ્યું કે, વડાપ્રધાન પહેલા તમારુ દિલ્હી સંભાળો પછી બંગાળને જુઓ.
સુપ્રીમે રાહુલની ઝાટકણી કાઢી, કહ્યું 'ખેદ' શબ્દ નહી ચાલે લેખીત 'માફી' માંગો
મમતાએ કહ્યું કે, મારી પાર્ટીમાં તમામ સમર્પિત છે અને પોતાનું લોહી પણ વહેંચવા માટે તૈયાર છે. મારા ધારાસભ્યોને પૈસાની શક્તિથી ખરીદી શકાય નહી. મમતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ઉમેદવારી રદ્દ કરી દેવી જોઇએ કારણ કે તેમણે લોકોને ખરીદવાની વાત કરીને સંવિધાનનુ ઉલ્લંઘન કર્યું છે. બંગાળનાં લોકો ક્યારે પણ ભાજપનો સ્વિકાર નહી કરે. મમતા એટલે જ નહોતા અટક્યાં તેમણે ભાજપનાં તોફાનીઓની પાર્ટી ગણાવી હતી.
BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી
દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે, આજે તો પશ્ચિમ બંગાળમાં ગુસ્સો છે તે તમારા વિશ્વાસઘાતનો છે અને આ વિશ્વાસઘાતની કિંમત અહીંનાં નવયુવાનો લઇને જ રહેશે. વડાપ્રધાન મોદીનાં આ નિવેદનની ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ટીએમસીએ પંચે આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.