કોલકાતા : પુલવામા આતંકવાદી હુમલાના બહાને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા બાદ પશ્ચિમી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે સરકારને એરસ્ટ્રાઇકના પુરવા માંગ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, પાકિસ્તાન પર એસ્ટ્રાઇક બાદ વડાપ્રધાને સર્વદળીય બેઠક નથી બોલાવી. તેમણે એમ કહેતા સરકાર પાસેથી પરોક્ષ રીતે સમગ્ર ઓપરેશન અંગેની માહિતી પ્રદાન કરવા માટે કહ્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગત્ત 14 ફેબ્રુઆરીએ જૈશનાં આત્મઘાતી આતંકવાદીએ સીઆરપીએફનાં કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. મસુદ અઝહરના આતંકવાદી સંગઠનની આ કરતુતનો જવાબ આપવા માટે 26 ફેબ્રુઆરીએ મોડી રાત્રે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં જૈશના સમગ્ર મથકને ધ્વસ્ત કરી દીધું હતું.

વિદેશ મંત્રાલય દ્વારા અધિકારીક પત્રકાર પરિષદમાં મોતનો કોઇ આંકડો સ્પષ્ટ કરવામાં આવ્યો નહોતો. જો કે મંત્રાલય તરફથી તે જરૂર જણાવવામાં આવ્યું કે, જૈશના જે કેમ્પ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી, તેમાં આતંકવાદી સંગઠનના કમાન્ડરો સહિત મોટા પ્રમાણમાં આતંકવાદીઓ મરાયા હતા. જો કે પાકિસ્તાને આ એરસ્ટ્રાઇકથી કોઇ પણ પ્રકારનું નુકસાન નહી થયું હોવાનો દાવો કર્યો હતો.