કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભાજપ પર ભડાશ કાઢી હતી. તેણે મીડિયાની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે રાજ્ય સચિવાલય નબન્નામાં મીડિયા કર્મચારીઓને કહ્યું કે, તમે લોકો ભાજપની ધુન પર નાચી રહ્યા છો. જો કે હું એવું નહી કરૂ. હું કુરાન, વેદ, વેદાંત, બાઇબલ, ગુરૂ ગ્રંથ સાહિબ અને ત્રિપિટકને માનીશ પરંતુ હું ક્યારે પણ ભાજપનાં નારાઓને નહી માનુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં લગ્ન દરમિયાન વરમાળા બાદ વરરાજા ભાગી ગયા, પછી જે થયું ચોંકી ઉઠશો...
મમતાએ જય શ્રીરામ નારાને વિકૃત ગણાવતા ભગવાન રામની પત્ની સીતાનું નામ જય સીયા રામનાં મુળ મંત્રથી હટાવવાનો આરોપ લગાવ્યો. મમતાએ કહ્યું કે, ભાજપને જે કંઇ પણ કહે છે કે તમે લોકો તેને લખો છો, જય સીયા રામનો નારો ઉત્તરપ્રદેશમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો અર્થ છે રામ અને સીતાનો મહિમાં.


વડાપ્રધાન મોદીની માલદીવ, શ્રીલંકા યાત્રા પાછળ છે મહત્વનું અને કુટનીતિક કારણ !
ભારતના વડાપ્રધાન બનવા માંગે છે પ્રિયંકા ચોપડા, નિકને બનાવશે રાષ્ટ્રપતિ
બેનર્જીએ રાજ્ય સચિવાલય નબન્નામાં મીડિયા કર્મચારીઓને કહ્યું કે, જ્યારે મહાત્મા ગાંધીજી રામ ધુન જપતા હતા, તો તેઓ કહેતા હતા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ. પરંતુ ભાજપે માં સીતાના નામને હટાવી દીધું. તેમણે મુળ મંત્રને વિકૃત કરી દીધા છે અને હવે એક નવો નારો બનાવી રહ્યા છે. 


કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ
પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાએ મોટો વિવાદ પેદા કરી દીધો છે. રાજ્યમાં ભાજપ કાર્યકર્તા સતત જય શ્રીરામનાં નારા લગાવે છે, જેના કારણે મમતા પોતાનો મિજાજ ગુમાવી બેસે છે. તેમણે ભાજપ કાર્યકર્તાઓને પડકાર ફેંક્યો છે કે જો હિમ્મત હોય તો તેની સામે આવીને નારા લગાવે. 


મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
ક્ષેત્રીય ભાષાઓને મળવી જોઇએ પ્રાથમિકતા
મમતાએ બિન હિંદી ભાષી રાજ્યોમાં હિંદી ભણાવવાને ફરજીયાત બનાવવામાં કેન્દ્ર સરકારે અત્યારે છોડી દિધેલ પ્રસ્તાવનાં વિરોધમાં દક્ષિણના રાજ્યની સાથે સુર મિલાવતા સોમવારે કહ્યું કે, ક્ષેત્રીય ભાષાઓમાં પ્રાથમિકતા મળવી જોઇએ. તેમણે કહ્યું કે, આ લોકોને ભાષાનાં પ્રયોગ મુદ્દે પસંદગી થવી જોઇએ. કેન્દ્ર સરકારની તરફથી પરોક્ષ સંકેત કરતા તેમણે કહ્યું કે, તમે બધુ જ નિયંત્રીત કરી શકો નહી.