નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા નોકરીમાં આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનામતનો લાભ તે લોકોને નહી મળે જેઓ પહેલાથી જ એસસી, એસટી અથવા ઓબીસી ક્વોટા હેઠળ અનામતનો લાભ ઉઠાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિજ પરથી ગાયબ થઇ રહી છે ગાડીઓ, VIDEO જોઇને મગજ બેર મારી જશે
મમતા સરકારે ઔપચારિક રીતે તેની જાહેરાત કરી છે. આ બિલના લેખીત આદેશ આવવાનો હજી બાકી છે. આ બિલની પાછળ મમતા સરકારનું કહેવું છે કે તેના કારણે તમામ લોકોને સમાન અવસર પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ આ અંગેની જોગવાઇ કરવામાં આવી ચુકી છે. અને તે અંગેના નોટિફિકેશન પણ રાજ્યોને સોંપી દેવાયા છે. 


કર્ણાટક: 2 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું સરકારને કોઇ જોખમ નહી
પશ્ચિમ બંગાળના મદરેસાઓ આતંકવાદીઓની ભરતી માટેનું સૌથી મોટુ હબ
રાજ્યોએ ત્યાર બાદ પોતાનાં વિધાનસભામાં આ બિલને ઔપચારિક રીતે પાસ કરીને તેને લાગુ કરવાનું હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ EBC (ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ) 10 ટકા અનામત સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ઇબીસી લાગુ કરાયા બાદ જે જાહેરાતોના માત્ર ફોર્મ ભરાયા હતા અને કોઇ પરિક્ષાકીય કાર્યવાહી થઇ નહોતી તેવી તમામ ભરતીઓ રદ્દ કરીને ફરી જાહેરાત બહાર પાડવામાં આવી હતી.