કોલકત્તાઃ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ દેશભરમાં ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. કેરલ અને પંજાબની વિધાનસભામાં તો સીએએ વિરોધી પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. હવે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં 27 જાન્યુઆરીએ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી છે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે તૃણમૂલ કોંગ્રેસ ચીફ અને બંગાળના વડાપ્રધાન મમતા બેનર્જી શરૂાતથી જ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ સીએએના વિરોધમાં ઘણી રેલીઓ કરી છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ પણ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેમણે આ કાયદો પરત લેવાની પીએમ પાસે માગ કરી છે. હવે મમતા બેનર્જીની સરકાર રાજ્યની વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ માટે 27 ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમા બપોરે 2 કલાકે આ પ્રસ્તાવ રાખવામાં આવશે.


મમતા બેનર્જીએ અન્ય રાજ્યોને પણ સીએએ વિરોધી પ્રસ્તાવ લાવવાની અપીલ કરી છે. બંગાળના મુખ્યપ્રધાન શરૂઆતથી જ આ કાયદાની વિરુદ્ધ છે. તેમની પાર્ટીએ બંગાળમાં અલગ-અલગ જગ્યાએ સીએએના વિરોધમાં રેલીઓ કરી છે. મમતા બેનર્જીએ આ રેલી અને માર્ચની આગેવાની કરી હતી. મમતા બેનર્જીએ અન્ય રાજ્યોને પણ કહ્યું કે, 'હું દેશના વિપક્ષ શાસિત રાજ્યો તથા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સરકારને અપીલ કરુ છું કે, એનપીઆરને લઈને કોઈપણ નિર્ણય સુધી પહોંચતા પહેલા તમામ દસ્તાવેજોને ધ્યાનથી વાંચી લે. આ સાથે તમામ રાજ્યોને અપીલ કરુ છું કે, સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરે.'


દિલ્હી ચૂંટણી: CM કેજરીવાલની ઉમેદવારીમાં પેચ ફસાયો, રાહ જોતા બેઠા છે, જાણો શું છે મામલો 


તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ પહેલા કેરલની લેફ્ટ સરકાર અને પંજાબની કોંગ્રેસ સરકાર આ કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી ચુક્યા છે. પરંતુ કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે આ પ્રસ્તાવથી સીએએની બંધારણીયતા પર કોઈ અસર પડતી નથી કારણ કે નાગરિકતાનો વિષય બંધારણની કેન્દ્રીય યાદીમાં આવે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...