`મમતા બેનર્જીએ કરી BJPની જીતમાં મદદ` જાણો કયા દિગ્ગજ સાંસદ નેતાએ લગાવ્યો સૌથી મોટો આરોપ
બંગાળના વિદ્યાર્થી નેતા અનીશ ખાનની હત્યાના વિરોધમાં ધરણાં પર બેઠેલા ચૌધરીએ તૃણમૂલ સુપ્રીમો પર મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, આજ દિન સુધીમાં, કોંગ્રેસની પાસે સમગ્ર ભારતમાં 700 ધારાસભ્ય છે. કોંગ્રેસે વિપક્ષ તરીકે 20 ટકા વોટ શેર મેળવ્યો છે.
નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ હવે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ સિલસિલામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પોતાના પ્રતિસ્પર્ધી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાંધ્યું છે અને મોટો આરોપ લગાવતા ખુલાસો કર્યો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ભાજપને ખુશ કરવા માટે ગોવા વિધાનસભાની ચૂંટણી લડી હતી. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા કેટલાંક સમયથી આમને સામને છે, બન્ને વચ્ચે તણાવ તે વખતે વધી ગયો હતો, જ્યારે ટીએમસી એ ગોવા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર કર્યો હુમલો
બંગાળના વિદ્યાર્થી નેતા અનીશ ખાનની હત્યાના વિરોધમાં ધરણાં પર બેઠેલા ચૌધરીએ તૃણમૂલ સુપ્રીમો પર મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, આજ દિન સુધીમાં, કોંગ્રેસની પાસે સમગ્ર ભારતમાં 700 ધારાસભ્ય છે. કોંગ્રેસે વિપક્ષ તરીકે 20 ટકા વોટ શેર મેળવ્યો છે. મમતા બેનર્જી ભાજપાને ખુશ કરવાની કોશિશ કરી રહી છે, જેથી તેઓ તેમના એજન્ટ બની શકે. એટલા માટે મમતા ભાજપ માટે ઘણું બધું કરી રહી છે.
તૃણમૂલ ગોવામાં કોંગ્રેસને હેરાન પરેશાન કરી
વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ભાજપા વિરોધી ગઠબંધન માટે સ્થાનિક પક્ષો સાથે સંપર્ક સાંધ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસને સાથે રાખવાનો કોઈ મતલબ નથી કારણ કે હવે તેમાં હવે કોઈ વાત રહી નથી. બેનર્જીના નિવેદન પર પલટવાર કરતા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ગોવા કોંગ્રેસને હેરાન પરેશાન કરી મૂક્યા હતા.
મમતા કરી રહી છે દુષ્પ્રચાર
તેમણે ઉમેર્યું હતું કે, આજે તેઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે કે વિપક્ષી ગઠબંધનથી કોંગ્રેસને બાકાત રાખવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે અને દીદી કોંગ્રેસ વગર વિપક્ષના ગઠબંધનની વાત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube