કોલકાતા : કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)ની ચીટફંડ ગોટાળા મુદ્દે કોલકાતા પોલીસ પ્રમુખની પુછપરછના વિરોધમાં ધરણા પર બેસેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સવાલ કરતા કેન્દ્રીય મંત્રી તથા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે સોમવારે પુછ્યું કે, તેઓ કોને બચાવવા માંગે છે, ટોપના અધિકારીઓને કે પછી પોતાને. અહીં એક પત્રકાર પરિષદ સંબોધતા માનવ સંસાધન વિકાસ મંત્રીએ કહ્યું કે, અમે પુછવા માંગીએ છીએ કે મમતા બેનર્જી કોને બચાવવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ ધરણા શા માટે કરી રહ્યા છે ? તેઓ પોલીસ કમિશ્નરને બચાવવા માંગે છે કે પોતાની જાતને ? તેઓ શું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના મંત્રીઓ અને પાર્ટીના ટોપનાં નેતાઓ સાથે બેનર્જીએ કોલકાતાનાં ધરમતાલા વિસ્તામાં રવિવારે પોતાના ધરણા ચાલુ કર્યા હતા. સમાજવાદી પાર્ટીના ઉપાધ્યક્ષ કિરણમય નંદા પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવનું પ્રતિનિધિત્વ લઇને ધરણામાં જોડાયા હતા. 


જાવડેકરે કહ્યું કે, તૃણમુલ સાંસદ અને રાજ્યમંત્રીઓ કૃણાલ ઘોષ સુજોય ઘોષ, સુદીપ બંદોપાધ્યાય, તપસ પાલ અને મદન મિત્રાને ચીટફંડ મુદ્દે અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી ચુકી છે. જાવડેકરે કહ્યું કે, મમતાએ ત્યારે તો કોઇ ધરણા અથવા પ્રદર્શન નહોતું કર્યું. તેમણે અત્યારે જ શા માટે ધરણા ચાલુ કર્યા ? 

પોલીસ કમિશ્નર પાસે એવી કઇ માહિતી છે જેના કારણે મમતા બેનર્જી તેમને બચાવવા માંગે છે. એટલા બેકરાર થઇ ઉઠ્યા છે અને હવે રસ્તા પર બેસી ગયા છે "? લોકો આ સવાલોનાં જવાબ ઇચ્છે છે. તેમણે કહ્યું કે, આ લોકશાહીની હત્યાનો એક પ્રયાસ છે.