કોલકત્તાઃ માં કાલી પર નિવેદન આપીને ઘેરાયેલા પોતાની પાર્ટીના સાંસદને મમતા બેનર્જીએ ઇશારામાં માફી માંગવાની ચેતવણી આપી છે. તેમણે ગુરૂવારે કહ્યું કે લોકો ભૂલ કરે છે, પરંતુ તેને સુધારી પણ શકાય છે. કોલકત્તામાં સ્ટૂડન્ટ ક્રેડિટ કાર્ડ આપવા દરમિયાન મમતા બેનર્જીએ આ વાત કહી છે. તેમણે મહુઆ મોઇત્રાનું નામ લીધા વગર કહ્યું, આપણે જ્યારે કામ કરીએ તો ભૂલ પણ કરીએ છીએ, પરંતુ તેને સુધારી શકાય છે. કેટલાક લોકો બધા સારા કામોને જોતા નથી અને અચાનક બરાડા પાડવાનું શરૂ કરી દે છે. નકારાત્મકતા આપણા મગજના સેલ્સને પ્રભાવિત કરે છે. તેથી સકારાત્મક વિચાર જ મનમાં લાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ આ ટિપ્પણી તેવા સમયે કરી છે, જ્યારે પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા માં કાલી પર આપેલા નિવેદનને લઈને ઘેરાયેલા છે. તો મહુઆ મોઇત્રાનું કહેવું છે કે તેણે પોતાના નિવેદનમાં કંઈ ખોટું કહ્યું નથી. અસમ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે અને તેમની પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે. તો ટીએમસીએ સાંસદના નિવેદનથી પોતાને અલગ કરી લીધી છે અને કહ્યું હતું કે તેની ટિપ્પણી પાર્ટીનો મત નથી. કોઈપણ રીતે આ પાર્ટીનો મત નથી. 


આ પણ વાંચોઃ કોણ છે મા કાળી? શું ખરેખર તેમને ચઢે છે માંસ-માછલી-દારૂનો ભોગ? જાણો રોચક વાતો


મોઇત્રા બોલી- મૃત્યુ સુધી પોતાના અભિપ્રાયને વળગી રહીશ, એફઆઈઆરનો કરીશ સામનો
પાર્ટીએ નિવેદનથી પોતાને દૂર કર્યા બાદ મહુઆ મોઇત્રા અને ટીએમસી વચ્ચે સંબંધ પણ બગડી રહ્યો છે. મોઇત્રાએ બુધવારે ટીએમસીના ટ્વિટર એકાઉન્ટને પણ અનફોલો કરી દીધુ હતું. પરંતુ તે વિશે પૂછવા પર મોઇત્રાએ કહ્યું હતું કે તે ટીએમસી નહીં પરંતુ મમતા બેનર્જીને ફોલો કરે છે. આ સિવાય તેમણે ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે તે સાબિત કરે કે તેના તરફથી શું ખોટું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમણે ટ્વીટ કર્યું હતું, 'હું તેવા ભારતમાં રહેવા નથી ઈચ્છતી જ્યાં હિન્દુ ધર્મ વિશે ભાજપના એકાધિકારવાદી પિતૃસત્તાત્મક બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ પ્રબળ થશે અને અમારામાંથી બાકી લોકો તેની આજુબાજુ ફરે. હું તેના પર મૃત્યુ સુધી યથાવત રહીશ. એફઆઈઆર દાખલ કરો- હું દરેક અદાલતનો સામનો કરીશ.'


મહુઆ મોઇત્રાની કઈ ટિપ્પણી પર શરૂ થયો વિવાદ
હકીકતમાં મહુઆ મોઇત્રાએ એક ટીવી પ્રોગ્રામમાં કાલી ફિલ્મના પોસ્ટર પર શરૂ થયેલા વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે માં કાલી તો મીટ ખાનારા અને દારૂનો સ્વીકાર કરનારા દેવી છે. તેમના આ નિવેદનને એક વર્ગે માં કાલીનું અપમાન ગણાવ્યું હતું. તેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube