West Begnal: મમતા બેનર્જીનું ભાજપ પર નિશાન, કહ્યું- અમારી કરોડરજ્જુ તોડવી સહેલી નથી
મમતા બેનર્જીએ કહ્યું કે, અંતિમ શ્વાસ સુધી લડાઈ લડતી રહીશ. હું તમને બધાને અપીલ કરુ છું કે જ્યારે પણ તમે કોઈ ફોન કોલનો જવાબ આપો તો જય બાંગ્લા બોલો, હેલો નહીં.
કોલકત્તાઃ કોલસા કૌભાંડ મામલાને લઈને પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્નીને સીબીઆઈએ સમન જારી કર્યુ છે. રવિવારે સીબીઆઈની ટીમ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી અને બહાર નોટિસ લગાવી હતી. જ્યારે સીબીઆઈ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી તો ત્યારે કોઈ હાજર નહતું. આ વચ્ચે મમતા બેનર્જીએ નામ લીધા વગર ભાજપ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે, અમારી કરોડરજ્જુને તોડવી સરળ નથી.
મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું, કેટલાક નેતા છે (દિલ્હીમાં) જેણે કહ્યું હતું કે, તે જાણે છે કે બંગાળની કરોડરજ્જુને કઈ રીતે તોડવી છે. અમારી કરોડરજ્જુ તોડવી સરળ નથી. તે બંગાળ વિશે જાણતા નથી. અંતિમ શ્વાસ સુધી લડાઈ લડતી રહીશ. હું તમને બધાને અપીલ કરુ છું કે જ્યારે પણ તમે કોઈ ફોન કોલનો જવાબ આપો તો જય બાંગ્લા બોલો, હેલો નહીં.
આ પણ વાંચોઃ Lockdown In Amravati: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, અમરાવતી જિલ્લામાં લૉકડાઉનની જાહેરાત
મહત્વનું છે કે સીબીઆઈએ અભિષેક બેનર્જીની (Abhishek Banerjee) પત્ની રૂજિરા બેનર્જીના નામની જે નોટિસ આપી છે, તેમાં એક ફોન નંબર છે અને તેના પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે રવિવારે સીબીઆઈની ટીમને અભિષેકના ઘરે કોઈ મળ્યુ નહી, તેથી પૂછપરછ ન થઈ શકી. સૂત્રો પ્રમાણે સીબીઆઈની ટીમ ઘર પર પૂછપરછ કરવા ઈચ્છતી હતી.
સીબીઆઈની આ કાર્યવાહી પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે એક-બીજા પર નિશાન સાધ્યુ હતું. અભિષેક બેનર્જીએ ટ્વિટ કર્યુ- આજે બપોરે બે કલાકે સીબીઆઈએ મારી પત્નીના નામે એક નોટિસ ફટકારી. અમને દેશના કાયદો પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જો તે વિચારે છે કે અમને ડરાવવા માટે આવી હાથકડીનો ઉપયોગ કરી શકે તો તે ખોટા છે. અમે તે લોકો છીએ જે ઝુકતા નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube