સિલીગુડી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે કહ્યું કે, પેટ્રોલ- ડીઝલની કિંમતો 10 રૂપિયા સુધી ઘટી જવી જોઇએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરતા કહ્યું કે, પેટ્રોલિયમ પદાર્થો પર લાગનારો સેસ (ટૈક્સ) હટાવવાની સાથે કેન્દ્ર સરકારો ઓછામાં ઓછા 10 રૂપિયા સુધી પેટ્રોલ સસ્તું કરવું જોઇએ. તેમણે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, કેન્દ્ર સરકારને દેશની જનતાની બિલ્કુલ પણ ફિકર નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાએ સિલીગુડીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા આ પ્રતિક્રિયા આપી. પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં કેન્દ્ર સરકારે 2.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની મમતા સરકારે ગત્ત મહિને રાજ્યમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. 

ઇંધણની વધતી કિંમતોનાં કારણે જરૂરી વસ્તુઓનાં ભાવમાં થઇ રહ્યો છે વધારો.
મુખ્યમંત્રી મમતાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારને દેશની જનતાની કોઇ જ ચિંતા નથી. તેને માત્ર પોતાની પાર્ટીમાં રુચી છે. ઇંધણની કિંમતમાં વદારાનાં કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારને પેટ્રોલિયમ પદાર્થો પર 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવો જોઇએ. સાતે જ પેટ્રોલિયમ ઉત્પાદન પર લગાવાયેલ સેસ પણ પાછો લેવો જોઇએ.