કોલકાતા : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપની રથયાત્રાના ઉપહાસ ઉડાવતા તેને રાવણ યાત્રા ગણાવી અને તે વિસ્તારને શુદ્ધ કરવાનું આહ્વાન કર્યું જ્યાંથી તેનો રથ પસાર થશે. તૃણમુલ કોંગ્રેસ (TMC) સુપ્રીમોએ લોકોને અપીલ કરી કે તેઓ આ આયોજનની વધારે એક રાજકીય હથકંડા તરીકે અનદેખી કરો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ કહ્યું કે, મે પોતાની પાર્ટીનાં કાર્યકર્તાઓને કહ્યું છે કે જે વિસ્તારમાંથી થઇને રથ પસાર થશે ત્યાંની સફાઇ માટે શુદ્ધિકરણ અને એકતા યાત્રાનું આયોજન કરો. મને પરેશાની છે કે ફાઇવસ્ટાર સુવિધાઓથી યુક્ત રથોમાં આ કેવા પ્રકારની યાત્રા હશે? આ રાવણ યાત્રા છે ન કે રથયાત્રા.

ભાજપે સાધ્યું મમતા બેનર્જી પર નિશાન
મુખ્યમંત્રીની ટીપ્પણી અંગે પ્રદેશ ભાજપ નેતાઓએ તુરંત જ વળતો હૂમલો કરતા દાવો કર્યો કે મમતા બેનર્જી મનોવિકારતી ગ્રસ્ત છે કારણ કે તેમને આગામી લોકસભા ચૂંટણી ભાજપ સામે હારવાનો ડર છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, એવું લાગે છે કે મમતા બેનર્જી અને ટીએમસી ડરથી ગ્રસ્ત છે. તેમને રથયાત્રાથી ખતરો લાગી રહ્યો છે કારણ કે તેનું લક્ષ્ય પ્રદેશમાં લોકશાહીની સ્થાપના કરે છે. 

42 લોકસભા વિસ્તારમાં ફરશે ભાજપની રથયાત્રા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશમાં પાંચ, સાત અને 9 ડિસેમ્બરે ત્રણ રથયાત્રા ચાલુ કરશે જે બંગાળની તમામ 42 લોકસભા વિસ્તારમાં ફરશે. આ યાત્રાના સમાપન પાર્ટીની કોલકાતામાં એક વિશાળ રેલી કરવાની યોજના છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવામાં આવે તેવી શક્યતા છે.